IND vs ENG: ઈંગ્લેન્ડ સામે પહેલી T20 માં વૈભવ સૂર્યવંશી કરશે ડેબ્યૂ! ડરહામના પ્રેક્ટિસ સેશનથી મળ્યા મોટા સંકેત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની શરૂઆત 1 જુલાઈથી થશે. સૌથી મોટો સવાલ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈને છે. ડરહામમાં યોજાયેલા પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં તેની લાંબી બેટિંગ પ્રેક્ટિસે અટકળોને વધુ વેગ આપ્યો છે. પહેલી મેચમાં વૈભવ ઓપનિંગ કરશે એવી ચર્ચા શરુ થઈ છે. હવે નજર રહેશે કે ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપે છે કે નહીં.

| Updated on: Jun 30, 2026 | 10:26 PM
1 / 5
આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તક ન મળ્યા બાદ હવે તમામની નજર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ પર છે. ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે વૈભવ સૂર્યવંશીને આ વખતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળશે.

2 / 5
ઈંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ટીમે ડરહામમાં પ્રથમ પ્રેક્ટિસ સેશન કર્યું હતું. આ દરમિયાન વૈભવે નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરી હતી. તેની તૈયારીને જોઈને સોશિયલ મીડિયા પર તેના પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અંગે ચર્ચા વધુ તેજ બની છે. તે ઓપનિંગ કરી શકે છે.

3 / 5
જોકે ટીમ મેનેજમેન્ટ હજુ પણ અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ રાખે છે. T20 વર્લ્ડ કપ જીતનારી ટીમના મુખ્ય ખેલાડીઓને સતત તક આપવાની રણનીતિ વચ્ચે વૈભવને રાહ જોવી પડી શકે છે, પરંતુ તેના ડેબ્યૂની માંગ સતત વધી રહી છે.

4 / 5
અભિષેક શર્માએ આયર્લેન્ડ સામે પ્રથમ મેચમાં ઝડપી 49 રનની ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં જો વૈભવને તક આપવી હોય તો સંજુ સેમસન અથવા ઈશાન કિશનમાંથી કોઈ એકને બહાર બેસાડવાનો નિર્ણય લેવો પડી શકે છે.

5 / 5
જો વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે, તો તેની સૌથી મજબૂત ભૂમિકા ઓપનર તરીકે જ માનવામાં આવે છે. અભિષેક શર્મા સાથે તેની ડાબોડી ઓપનિંગ જોડી ઈંગ્લેન્ડના બોલિંગ આક્રમણ માટે મોટો પડકાર બની શકે છે. હવે સૌની નજર પ્રથમ T20 માટે જાહેર થનારી ભારતીય પ્લેઈંગ ઈલેવન પર રહેશે. (PC:PTI/X/BCCI)

Follow Us