IND vs ENG: વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં શીખ્યો મોટો પાઠ, લાંબી ઈનિંગ રમવી હોય તો બદલવી પડશે આ આદત

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક બેટિંગની ઝલક તો દેખાડી, પરંતુ મોટી ઇનિંગ રમી શક્યો નથી. આ દરમિયાન તેની બેટિંગની એક એવી નબળાઈ સામે આવી છે, જે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ થવું હોય તો વૈભવે આ ભૂલમાંથી ઝડપથી શીખવું પડશે.

| Updated on: Jul 09, 2026 | 5:33 PM
1 / 5
ભારતના 15 વર્ષીય યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. તેણે પોતાની આક્રમક બેટિંગથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ સતત બે મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. હવે તેની બેટિંગની એક એવી નબળાઈ સામે આવી છે, જેના પર કામ કરવું જરૂરી બન્યું છે.

2 / 5
બીજી અને ત્રીજી T20માં વૈભવે શરૂઆતમાં જ કેટલાક આકર્ષક શોટ ફટકાર્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહોતો. ખાસ કરીને નોટિંગહામમાં રમાયેલી મેચ દરમિયાન જોફ્રા આર્ચરના ઝડપી બાઉન્સર સામે હૂક શોટ રમવાનો પ્રયાસ તેના માટે ભારે પડ્યો અને તે વિકેટકીપરના હાથમાં કેચ આપી બેઠો.

3 / 5
IPLમાં વૈભવે આક્રમક અંદાજમાં બેટિંગ કરીને અનેક બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા. ભારતીય પિચો પર બાઉન્સ ઓછો હોવાથી શોર્ટ-પિચ બોલને બાઉન્ડ્રી પાર મોકલવું તેના માટે સરળ રહ્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડ જેવી પરિસ્થિતિમાં વધુ બાઉન્સ અને ઝડપી ગતિ સામે એ જ રણનીતિ સફળ થાય જ એવું જરૂરી નથી.

4 / 5
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે વિદેશી પરિસ્થિતિમાં દરેક બાઉન્સર પર હુમલો કરવો યોગ્ય નથી. ઘણી વખત બાઉન્સરને છોડી દેવી અથવા ઝૂકીને બચી જવું વધુ સમજદારીભર્યો વિકલ્પ બને છે. આમ કરવાથી બેટ્સમેન લાંબા સમય સુધી ક્રીઝ પર રહી અન્ય બોલરોને નિશાન બનાવી શકે છે.

5 / 5
વૈભવ સૂર્યવંશી પાસે પ્રતિભાની કોઈ કમી નથી. તેણે ખૂબ જ નાની ઉંમરે પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે જો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવા અને સતત સફળતા મેળવવા માંગે છે, તો ઈંગ્લેન્ડમાં મળેલો આ પાઠ ઝડપથી પોતાની બેટિંગમાં ઉતારવો પડશે. આ જ બદલાવ તેને ભવિષ્યમાં વધુ ખતરનાક બેટ્સમેન બનાવી શકે છે. (PC:X/BCCI)

Follow Us