Breaking News: ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી T20 મેચનો બદલાયો સમય, જાણો ક્યારે શરૂ થશે મેચ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે. શ્રેણીમાં 0-1 થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા માટે આ મેચ ‘કરો અથવા મરો’ જેવી છે. ખાસ વાત એ છે કે આ મેચનો સમય અગાઉની મેચ કરતા બદલાયો છે, જેના કારણે ભારતીય ચાહકોએ મોડી રાત્રે મેચ જોવી પડશે.

| Updated on: Jul 06, 2026 | 5:28 PM
1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી, જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે. હવે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે ત્રીજી મેચ જીતવી અત્યંત જરૂરી બની ગઈ છે.

2 / 5
નોટિંગહામના ઐતિહાસિક ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાનારી આ મેચનો સમય અગાઉની મેચ કરતા અલગ રહેશે. ભારતીય સમય મુજબ ટોસ રાત્રે 9:30 વાગ્યે થશે, જ્યારે મેચની શરૂઆત રાત્રે 10:00 વાગ્યે થશે. તેથી ભારતીય ચાહકોએ આ મુકાબલો જોવા માટે મોડી રાત સુધી જાગવું પડશે.

3 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. તેમાં ભારતે 18 મેચ જીતી છે, જ્યારે ઈંગ્લેન્ડના ખાતામાં 13 જીત છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. જોકે, ઈંગ્લેન્ડની ધરતી પર યજમાન ટીમનો રેકોર્ડ વધુ મજબૂત રહ્યો છે.

4 / 5
ઈંગ્લેન્ડમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 11 T20 મેચ રમાઈ છે. તેમાં ઈંગ્લેન્ડે 6 મેચ જીતી છે, જ્યારે ભારતને માત્ર 4 જીત મળી છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. આ આંકડા ભારત માટે ચિંતા વધારનારા છે.

5 / 5
ટ્રેન્ટ બ્રિજ ખાતે ભારતનો રેકોર્ડ મિશ્ર રહ્યો છે. અહીં રમાયેલી ચાર T20 મેચમાંથી ભારતે બે જીતી છે અને બે હારી છે. 2022 માં આ જ મેદાન પર ઈંગ્લેન્ડ સામે ભારતને 17 રને હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં સૂર્યકુમાર યાદવે 55 બોલમાં 117 રનની યાદગાર સદી ફટકારી હતી, છતાં ટીમને જીત અપાવી શક્યો નહીં. હવે ટીમ ઈન્ડિયા ઇતિહાસ બદલી શ્રેણીમાં વાપસી કરવા ઉતરશે. (PC:X/BCCI)

Follow Us