
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ મેચ દરમિયાન વરસાદની શક્યતા 60 ટકાથી વધુ છે.

સાંજે 4 વાગ્યે વરસાદની સંભાવના લગભગ 70 ટકા અને મેચ શરૂ થવાના સમયે એટલે કે સાંજે 6 વાગ્યે આશરે 67 ટકા રહેવાની ધારણા છે.

પ્રથમ T20 મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.

હવે ચાહકોને આશા રહેશે કે બીજી T20 માં વરસાદ વિઘ્ન ન બને અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળે. (PC:PTI/X)