
શ્રેયસ અય્યરનું નસીબ ટોસમાં જબરદસ્ત સાથ આપી રહ્યું છે.

અફઘાનિસ્તાન સામે ટોસ જીત્યા બાદ તેની પ્રથમ 12 T20 મેચમાં ટોસ જીતવાની સંખ્યા 11 થઈ ગઈ છે.

આ સાથે શ્રેયસ અય્યર T20 મેચમાં સૌથી વધુ ટોસ જીતનાર કેપ્ટન બની ગયો છે.

સૌથી વધુ ટોસ જીતવાના મામલે કતારના મિર્ઝા બેગ અને ફિલિપાઇન્સના હેનરી ટાયલર બીજા સ્થાને છે. બંને કેપ્ટનોએ તેમની પ્રથમ 12 મેચમાં 10 વખત ટોસ જીત્યો હતો. હવે, અય્યર 11 જીત સાથે યાદીમાં ટોચ પર છે.

શ્રેયસ અય્યરે આ મામલે ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગન અને બાંગ્લાદેશના મહમુદુલ્લાહને પણ પાછળ છોડી દીધા છે. બંનેએ પોતાની પહેલી 12 T20 મેચમાં નવ-નવ ટોસ જીત્યા હતા.

શ્રેયસ અય્યર ટોસ જીતવામાં ઘણો આગળ નીકળી ગયો છે. ટેસ્ટ રમતા દેશોના કેપ્ટનોમાં પણ તેના આંકડા સૌથી વધુ છે.

અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટોસ બાદ હવે શ્રેયસ અય્યરની નજર સતત બીજી મેચમાં જીત પર છે. (PC:PTI/X)
Published On - 8:49 pm, Tue, 15 September 26