
ઈશાન કિશને અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ધમાકેદાર સદી ફટકારી હતી.

2022 માં 210 રનની જોરદાર ઈનિંગ રમ્યા બાદ વનડે ફોર્મેટમાં તેની આ પહેલી સદી છે.

ટીમ ઈન્ડિયામાંથી લાંબા સમય સુધી ભાર રહ્યા બાદ ઈશાન કિશને T20 માં જોરદાર વાપસી કરી અને હવે ODI માં પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી હલચલ મચાવી દીધી છે.

ઈશાને 71 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે સદી સુધી પહોંચવા માટે સતત પાંચ બાઉન્ડ્રી ફટકારી, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

ઈશાન 79 બોલમાં 125 રન બનાવી આઉટ થયો હતો. તેણે આ ધમાકેદાર ઈનિંગમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. (PC:X/BCCI)