0,0,0,0,0,0… જસપ્રીત બુમરાહે પ્રથમવાર આ સિદ્ધિ હાંસલ કરી, પહેલી જ ઓવરમાં અફઘાનિસ્તાનને આપ્યો ઝટકો

જસપ્રીત બુમરાહે અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં શાનદાર શરૂઆત કરીને મોટો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. મેચની પહેલી જ ઓવરમાં તેણે એક પણ રન આપ્યો નહોતો. આ સાથે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની મેડન ઓવરની સંખ્યા 13 થઈ ગઈ અને તે પૂર્ણ સભ્ય દેશોના બોલરોમાં સૌથી વધુ મેડન ઓવર નાખનાર બોલર બની ગયો. સાથે જ તેણે એક ખાસ સિદ્ધિ પણ હસંલ કરી હતી.

| Updated on: Sep 15, 2026 | 8:25 PM
1 / 9
જસપ્રીત બુમરાહે અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં પ્રથમ ઓવરથી જ પોતાનો દબદબો બતાવ્યો હતો.

2 / 9
જસપ્રીત બુમરાહની છ બોલમાં ઇબ્રાહિમ ઝદરાને એક પણ રન બનાવી શક્યો નહીં અને પહેલી જ ઓવર મેડન રહી.

3 / 9
આ મેડન ઓવર બુમરાહ માટે ખાસ હતી, કારણ કે તેની T20I કારકિર્દીમાં આ પહેલી વખત બન્યું જ્યારે તેણે ઇનિંગની પ્રથમ જ ઓવરમાં મેડન ઓવર નાખી.

4 / 9
બુમરાહની ચોક્કસ લાઇન અને સ્વિંગ સામે ઝદરાને દરેક બોલનો સાવચેતીપૂર્વક બચાવ કર્યો. બુમરાહે શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બેટ્સમેન પર દબાણ બનાવી દીધું.

5 / 9
આ શાનદાર ઓવર સાથે બુમરાહે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 13મી મેડન ઓવર પૂરી કરી. આ આંકડા સાથે તેણે એક ખાસ વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

6 / 9
બુમરાહે મેડન ઓવરના મામલે ઝિમ્બાબ્વેના રિચર્ડ નગારાવાને પાછળ છોડી દીધો. નગારાવાના નામે અગાઉ 12 મેડન ઓવર હતી, પરંતુ હવે બુમરાહ એક મેડન ઓવર આગળ નીકળી ગયો છે.

7 / 9
ભારત માટે T20Iમાં પહેલી ઓવર મેડન નાખવાના મામલે ભુવનેશ્વર કુમાર સૌથી આગળ છે. તેણે આ કમાલ છ વખત કર્યો છે, જ્યારે અર્શદીપ સિંહે બે વખત આવું કર્યું છે.

8 / 9
બુમરાહ ઉપરાંત હરભજન સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, આશિષ નેહરા, પ્રવીણ કુમાર અને બારિન્દર સરને પણ ભારત માટે પ્રથમ ઓવર મેડન નાખી છે.

9 / 9
અફઘાનિસ્તાન સામેની આ મેચમાં બુમરાહની આ શરૂઆત તેની વાપસી બાદ ખાસ મહત્વની બની છે. ઈજામાંથી પરત ફરેલા આ ઝડપી બોલરે પોતાની લાઇન અને લેન્થથી ફરી એકવાર સાબિત કર્યું કે તે ટીમ ઈન્ડિયા માટે કેટલો મહત્વનો છે. (PC:PTI/X)

Published On - 8:24 pm, Tue, 15 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.