IPL 2027 માટે CSKમાં મોટો ફેરફાર, ઝહીર ખાન બાદ આ અનુભવી કોચની થઈ એન્ટ્રી

IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને સહાયક કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મુખ્ય કોચ ઝહીર ખાન સાથે કામ કરશે. બેટ્ટીના કોચિંગ હેઠળ સરેએ સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યાં હતાં.

| Updated on: Oct 26, 2026 | 8:25 PM
1 / 8
IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ગેરેથ બેટ્ટીને સહાયક કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે મુખ્ય કોચ ઝહીર ખાન સાથે કામ કરશે. બેટ્ટીના કોચિંગ હેઠળ સરેએ સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા.

2 / 8
સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબે ગેરેથ બેટ્ટીના વિદાયની જાહેરાત કરતાં તેની નવી ભૂમિકાની પણ પુષ્ટિ કરી છે. ક્લબે જણાવ્યું કે ગેરેથ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાવા માટે ટીમ છોડી રહ્યો છે.

3 / 8
ગેરેથ બેટ્ટીના કોચિંગ કાર્યકાળ દરમિયાન સરેએ 2022, 2023 અને 2024માં સતત ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યા હતા. આ સફળતાને કારણે તેમના કોચિંગ અનુભવને ખાસ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

4 / 8
CSKએ થોડા સમય પહેલાં જ પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. હવે બેટ્ટીના આગમનથી ટીમના કોચિંગ સ્ટાફને વધુ અનુભવ મળશે. આગામી સીઝનમાં બંને વચ્ચેનું સંકલન મહત્ત્વનું રહેશે.

5 / 8
ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સૌથી સફળ ટીમોમાંની એક છે. ટીમે અત્યાર સુધી પાંચ વખત ખિતાબ જીત્યો છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના નામે પણ પાંચ ટ્રોફી છે. CSKએ છેલ્લે 2023માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટ્રોફી જીતી હતી.

6 / 8
આગામી સીઝનમાં CSKનું લક્ષ્ય છઠ્ઠી ટ્રોફી જીતવાનું રહેશે. કોચિંગ સ્ટાફમાં થયેલા ફેરફારો ટીમની રણનીતિ અને ખેલાડીઓના પ્રદર્શન પર કેવી અસર કરશે, તેના પર ચાહકોની નજર રહેશે.

7 / 8
ગેરેથ બેટ્ટીએ 2002માં ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2016માં છેલ્લી મેચ રમી હતી. કારકિર્દી દરમિયાન તેણે નવ ટેસ્ટ, દસ વનડે અને એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

8 / 8
બેટ્ટીએ ટેસ્ટ ક્રિકેટમાં 15 અને વનડેમાં પાંચ વિકેટ લીધી હતી. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ કોચ તરીકે IPLમાં નવી ભૂમિકા સંભાળીને તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સને સફળતા અપાવવામાં યોગદાન આપવાનો પ્રયાસ કરશે. (PC:PTI/X)

Published On - 8:25 pm, Mon, 26 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.