Breaking News: વૈભવ સૂર્યવંશી સહિત આ પાંચ યુવા સ્ટાર્સે IPL 2026 ના પહેલા બે અઠવાડિયામાં મચાવી ધમાલ

IPL હંમેશા યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે. IPL 2026 માં પણ કેટલાક યુવા ખેલાડીઓએ પહેલા બે અઠવાડિયામાં જ પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ સિઝનની શરૂઆતમાં જ ધમાકેદાર પ્રદર્શન કરનાર પાંચ યુવા સ્ટાર્સ પર એક નજર.

| Updated on: Apr 08, 2026 | 7:19 PM
1 / 6
IPL 2026 ની શરૂઆતમાં જ કેટલાક નવી પેઢીના ખેલાડીઓએ પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી મંચ પર ધમાલ મચાવી દીધી છે. તેમની પ્રતિભા માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચી રહી છે.

2 / 6
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ગત સિઝનની જેમ જ IPL 2026 માં પણ ધમાકેદાર શરૂઆત કરી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે ત્રણ મેચમાં ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 122 રન ફટકાર્યા છે. તેણે જસપ્રીત બુમરાહનો પેહલીવાર સામનો કર્યો અને પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારી હતી. જે તેની નિર્ભય માનસિકતા અને મજબૂત આત્મવિશ્વાસ દર્શાવે છે.

3 / 6
સમીર રિઝવી IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ માટે રમતા માત્ર બે મેચમાં 160 રન ફટકારી ચૂક્યો છે. સમીર રિઝવીએ તેની આક્રમક બેટિંગથી સામેની ટીમના બોલરોની હાલત ખરાબ કરી છે.  તે ઓરેન્જ કેપ માટે જીતવા માટે મજબૂત દાવેદાર બની ગયો છે.

4 / 6
અંગક્રિશ રઘુવંશી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થયો છે. તે KKRનો સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. તેણે ત્રણ ઇનિંગ્સમાં 110 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે.

5 / 6
હર્ષ દુબે IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ત્રણ મેચમાં ચાર વિકેટ લઈ ચૂક્યો છે. પોતાની ધારદાર ફાસ્ટ બોલિંગથી તે બેટ્સમેનોને મોટા શોટ રમવાથી રોકવામાં અને વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

6 / 6
પ્રિન્સ યાદવ IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા પહેલી બે મેચમાં ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની બોલિંગમાં સ્પીડની સાથે સ્વિંગ પણ છે અને તે લાઈન-લેન્થ સાથે ખૂબ જ અસરકારક સાબિત થયો છે. (PC:PTI/X)

Follow Us