IND vs SL: 15 ઓગસ્ટની સવારે… શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પહેલા કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને આપ્યો પડકાર

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે. ઘરઆંગણે સતત ટેસ્ટ શ્રેણી હાર બાદ ગંભીર હવે નવી શરૂઆત કરવા માંગે છે. તેણે ખેલાડીઓને પડકારોનો સામનો કરવા અને પોતાની મર્યાદાઓને આગળ વધારવા માટે તૈયાર રહેવા કહ્યું છે.

| Updated on: Aug 06, 2026 | 5:33 PM
1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે, જેમાં તેણે ખેલાડીઓને જીત માટે પ્રેરણા આપી છે.

2 / 5
છેલ્લા બે વર્ષમાં ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને વખત ટીમ ક્લીન સ્વીપ થઈ હતી, જેના કારણે ગંભીરની કોચિંગ પર પણ સવાલો ઉઠ્યા હતા.

3 / 5
હવે શ્રીલંકા પ્રવાસ પહેલા ગંભીર ટીમમાં નવી ઉર્જા લાવવા માંગે છે. BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેણે કહ્યું કે, ટીમે દરેક પડકારનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.

4 / 5
ગૌતમ ગંભીરએ ખેલાડીઓને કહ્યું કે, આપણે જાણીએ છીએ કે આપણે શેના માટે રમી રહ્યા છીએ. આપણે પોતાની મર્યાદાઓને આગળ વધારવાની છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાનું છે.

5 / 5
શ્રીલંકાના ગાલે મેદાન પર રમાનારી ટેસ્ટ ટીમ ઈન્ડિયા માટે સરળ નહીં હોય. ગાલેમાં શ્રીલંકાના સ્પિનરો હંમેશા અસરકારક રહ્યા છે. ભારતીય બેટ્સમેનો માટે સ્પિન સામે સારું પ્રદર્શન કરવું અને શ્રેણીમાં જીત મેળવવી મોટો પડકાર રહેશે. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.