IPL 2027: જે ટીમ માટે વર્ષો સુધી રમ્યો, હવે એ જ ટીમનો કોચ બન્યો આ ભારતીય દિગ્ગજ

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં વધુ એક દિગ્ગજનો સમાવેશ કર્યો છે. સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ બાદ હવે પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે જે ફ્રેન્ચાઇઝી માટે તેમણે વર્ષો સુધી ક્રિકેટ રમ્યું, હવે એ જ ટીમ સાથે તેઓ પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરશે.

| Updated on: Oct 21, 2026 | 5:32 PM
1 / 10
ગાંગુલી અને યુવરાજ બાદ અમિત મિશ્રાની દિલ્હી કેપિટલ્સમાં એન્ટ્રી થઈ છે. IPL 2027 માટે તેને  મોટી જવાબદારી મળી છે.

2 / 10
દિલ્હી કેપિટલ્સે અમિત મિશ્રાને IPL 2027 માટે સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ નિમણૂક સાથે ટીમના કોચિંગ સ્ટાફમાં વધુ એક અનુભવી નામ જોડાયું છે.

3 / 10
સૌરવ ગાંગુલીને મુખ્ય કોચ અને યુવરાજ સિંહને સહાયક તથા બેટિંગ કોચ બનાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સે હવે સ્પિન વિભાગની જવાબદારી અમિત મિશ્રાને સોંપી છે.

4 / 10

5 / 10
અમિત મિશ્રાએ પોતાની IPL કારકિર્દીની શરૂઆત 2008માં દિલ્હી ડેરડેવિલ્સ સાથે કરી હતી. ત્યારબાદ તે અન્ય ટીમો માટે પણ રમ્યો હતો.

6 / 10
તેણે દિલ્હી ફ્રેન્ચાઇઝી માટે કુલ 10 સીઝન રમી હતી. 2015માં ટીમ સાથે ફરી જોડાયા બાદ તે 2021 સુધી સતત દિલ્હી ડેરડેવિલ્સની સાથે રહ્યો હતો.

7 / 10
અમિત મિશ્રા 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો હતો અને 2024માં પોતાની છેલ્લી IPL સીઝન રમ્યો હતો. હવે તે દિલ્હી સાથે નવી ભૂમિકામાં જોવા મળશે.

8 / 10
અમિત મિશ્રાએ પોતાની IPL કારકિર્દીમાં 162 મેચ રમીને કુલ 174 વિકેટ ઝડપી હતી. તે IPLમાં ત્રણ હેટ્રિક લેનારા એકમાત્ર બોલર પણ છે.

9 / 10
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ ત્રણેય ફોર્મેટમાં તેમણે અનુક્રમે 76, 64 અને 16 વિકેટ ઝડપી હતી.

10 / 10
દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી IPLનું ટાઇટલ જીતી શકી નથી. હવે ગાંગુલી, યુવરાજ અને અમિત મિશ્રા જેવા અનુભવી ખેલાડીઓના માર્ગદર્શન હેઠળ ટીમ 2027માં પ્રથમ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. (PC:PTI/X/DC)

Published On - 5:24 pm, Wed, 21 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.