Breaking News: એશિયા કપ 2027 માટે 6 ટીમો ફાઇનલ, નેપાળે પ્રીમિયર કપ જીતી બનાવી જગ્યા

એશિયા કપ 2027 માટે તમામ છ ટીમો નક્કી થઈ ગઈ છે. ACC મેન્સ પ્રીમિયર કપ 2026ની ફાઇનલમાં નેપાળે UAEને 44 રને હરાવી ખિતાબ જીત્યો અને એશિયા કપમાં સ્થાન મેળવ્યું. આગામી એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે અને બાંગ્લાદેશ તેની યજમાની કરશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને સીધો પ્રવેશ મળ્યો છે.

| Updated on: Sep 12, 2026 | 7:59 PM
1 / 8
નેપાળે ACC મેન્સ પ્રીમિયર કપ 2026ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને UAEને 44 રને હરાવ્યું હતું. મલેશિયાના બાયુમાસ ઓવલ ખાતે રમાયેલી આ મેચમાં નેપાળે ખિતાબ પોતાના નામે કર્યો હતો.

2 / 8
નેપાળની જીતમાં ઓપનર આસિફ શેખે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર સદી ફટકારીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મોટો ફાળો આપ્યો હતો.

3 / 8
આ જીત સાથે નેપાળે એશિયા કપ 2027માં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પ્રીમિયર કપને એશિયા કપ માટેનો અંતિમ ક્વોલિફાઇંગ તબક્કો માનવામાં આવે છે.

4 / 8
આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે. વન-ડે ફોર્મેટને કારણે ટુર્નામેન્ટમાં માત્ર છ ટીમો જ ભાગ લેશે, જ્યારે અગાઉના T20 ફોર્મેટના એશિયા કપમાં આઠ ટીમો રમતી હતી.

5 / 8
એશિયા કપ 2027માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને યજમાન બાંગ્લાદેશને સીધો પ્રવેશ મળ્યો છે. નેપાળ હવે છઠ્ઠી અને અંતિમ ટીમ તરીકે ટુર્નામેન્ટમાં રમશે.

6 / 8
નેપાળ માટે આ એશિયા કપમાં બીજી એન્ટ્રી હશે. આ ટીમે 2023માં પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં તેને ભારત અને પાકિસ્તાન સાથે ગ્રુપ-Aમાં સ્થાન મળ્યું હતું.

7 / 8
2023માં નેપાળ એક પણ મેચ જીતી શક્યું નહોતું, પરંતુ ત્યારથી ટીમના પ્રદર્શન અને અનુભવમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે 2027માં તે મોટી ટીમોને પડકાર આપવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

8 / 8
ACC મેન્સ પ્રીમિયર કપમાં કુલ 10 એસોસિએટ દેશોએ ભાગ લીધો હતો. નેપાળ, UAE, મલેશિયા, કુવૈત, હોંગકોંગ, બહેરીન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સિંગાપોરમાંથી નેપાળે અંતે ચેમ્પિયન બની એશિયા કપની ટિકિટ મેળવી લીધી. (PC:PTI/X/ACC)

Follow Us
Loading...
Unable to load recommendations.