
BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, પંડ્યાની હાલની ઈજામાંથી સાજા થવામાં ચાર અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આનો અર્થ એ થયો કે જો તે શરૂઆતમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ પર ન જાય, પણ તે ત્યાં કેટલીક T20 મેચો માટે ઉપલબ્ધ રહી શકે છે. જોકે, આ બાબતે અંતિમ નિર્ણય BCCIની મેડિકલ ટીમ દ્વારા તપાસ કર્યા પછી જ લેવામાં આવશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સૌપ્રથમ ત્રણ મેચની ODI શ્રેણી રમશે, જે 19 ઓક્ટોબર, 23 ઓક્ટોબર અને 25 ઓક્ટોબરે રમાશે. ત્રણ ODI પછી 29 ઓક્ટોબરથી પાંચ મેચની T20I શ્રેણી શરૂ થશે. આ મેચો 8 નવેમ્બર સુધી રમાશે.

29 ઓક્ટોબરે પ્રથમ T20 પછી, ભારત અને ઓસ્ટ્રેલિયા 31 ઓક્ટોબરે બીજી T20, 2 નવેમ્બરે ત્રીજી T20, 6 નવેમ્બરે ચોથી T20 અને 8 નવેમ્બરે પાંચમી T20 રમશે. ODI મેચો પર્થ, એડિલેડ અને સિડનીમાં રમાશે, જ્યારે T20I મેચો કેનબેરા, મેલબોર્ન, હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ અને બ્રિસ્બેનમાં રમાશે. (All Photo Credit : PTI / GETTY)