IND vs ENG: શુભમન ગિલ ODI શ્રેણી પહેલા વિમ્બલ્ડન પહોંચ્યો, સચિન-વિરાટ-રોહિત જેવું જ સન્માન મળ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણી થોડા દિવસોમાં શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલા કેપ્ટન શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં વિવિધ રમતગમત કાર્યક્રમોનો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં F1 રેસ જોયા પછી, તે હવે વિમ્બલ્ડનમાં પહોંચ્યો હતો. જ્યાં તેને સચિન, વિરાટ અને રોહિત જેવું જ સન્માન મળ્યું હતું.

| Updated on: Jul 10, 2026 | 8:50 PM
1 / 5
ભારતીય ટીમને ઈંગ્લેન્ડમાં T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, અને ચાહકો હવે ODI શ્રેણીની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. જોકે, શ્રેણી પહેલા ગિલને ટેનિસનો આનંદ માણવાની તક મળી છે.

2 / 5
શુભમન ગિલ છેલ્લા કેટલાક દિવસોથી ઈંગ્લેન્ડમાં સમય વિતાવી રહ્યો છે, જ્યાં તેણે ફેમસ સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિકસ (F1) રેસમાં હાજરી આપી હતી. હાઈ-સ્પીડ રેસ પછી ગિલ વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટમાં ટેનિસ એક્શન જોવા માટે ગયો હતો.

3 / 5
ભારતીય ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ફેમસ રોયલ બોક્સમાંથી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જોવા માટેનું આમંત્રણ મળ્યું. ભારતીય કેપ્ટને આમંત્રણ સ્વીકાર્યું અને 10 જુલાઈના રોજ મેચ જોવા માટે વિમ્બલ્ડન ગયો.

4 / 5
રોયલ બોક્સ વિમ્બલ્ડનનો સૌથી પ્રતિષ્ઠિત ભાગ છે, જ્યાં ઘણીવાર સેલિબ્રિટીઓને આમંત્રણ આપવામાં આવે છે. ભારતીય ખેલાડીઓને પહેલા પણ આવા આમંત્રણો મળ્યા છે.

5 / 5
ગિલ રોયલ બોક્સમાં આમંત્રિત થનારો ચોથો ભારતીય ક્રિકેટ કેપ્ટન છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા અગાઉ વિમ્બલ્ડન તરફથી આ સન્માન મેળવી ચૂક્યા છે, જ્યારે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર દર વર્ષે તેનો ભાગ બને છે. (PC: PTI/Getty Images)

Published On - 8:50 pm, Fri, 10 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.