
પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલ પર 18 કરોડ રૂપિયાનો દાવ કેમ લગાવ્યો હતો, તેનો જવાબ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ચહલે આપ્યો હતો. 19મી ઓવરમાં ચહલને બોલ આપવામાં આવ્યો અને આ ખેલાડીએ કમાલ કરી હતી. ચહલે ચેન્નાઈ સામે હેટ્રિક લીધી, સાથે જ 6 બોલમાં 4 વિકેટ પણ ઝડપી હતી.

ચહલે પોતાના IPL કરિયરમાં બીજી વખત હેટ્રિક લીધી હતી. ચહલની હેટ્રિકના દમ પર પંજાબે ચેન્નાઈને 20 ઓવર પણ રમવા દીધી ન હતી અને ટીમ 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. (All Photo Credit : PTI)
Published On - 10:49 pm, Wed, 30 April 25