
Arjun Tendulkar Saaniya Chandhok Wedding : અર્જુન તેડુલકર અને સાનિયા ચંદોક લગ્નના બંધનમાં બંધાયા છે. તેડુલકરના દીકરા અર્જુન તેડુલકરના આ લગ્ન 2026ની સૌથી ચર્ચિત અને હાઈ-પ્રોફાઈલ સોશિયલ ઈવેન્ટમાંથી એક છે.

3 માર્ચના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ સ્ટાર જોવા મળ્યા હતા.

સચિનના નજીકના મિત્રો, ક્રિકેટરો અને સેલિબ્રિટીઓએ મહેંદી સમારોહમાં હાજરી આપી હતી, જેમાં રવિ શાસ્ત્રી, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને અજિત અગરકરનો સમાવેશ થાય છે. લગ્નમાં મહેમાનોનો મોટો મેળાવડો પણ જોવા મળ્યો હતો.

અર્જુન તેડુલકર અને સાનિયા ચંદોકના લગ્ન મુંબઈમાં થયા છે. લગ્નમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાથે તો પૂર્વ ક્રિકેટર અજીત અગરકર પણ પોતાની પત્ની સાથે લગ્નના ફંક્શનમાં પહોંચ્યો હતો.

અર્જુન તેડુલકર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. આ વખતે લખનૌ સુપર જાયન્ટસની ટીમનો ભાગ છે. સાનિયા એફ Entrepreneur છે. મુંબઈના ઉદ્યોગપતિ રવિ ધાઈની પૌત્રી છે.

સાનિયા એક પેટ કેર બ્રાન્ડની માલકિન પણ છે. બંન્નેના પરિવાર સાથે જુનો સંબંધ છે. તમને જણાવી દઈએ કે, 5 માર્ચના રોજ બંન્નેના લગ્ન છે. આ પહેલા અર્જુન અને સાનિયાએ 2025માં સગાઈ કરી હતી.

પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ અર્જુન તેડુલકર અને સાનિયાના લગ્નનો ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ચાહકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે,

તમને જણાવી દઈએ કે,સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર લગ્ન પહેલા જામનગર પહોંચ્યો હતો તેડુલકર પરિવાર જામનગરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે આવ્યો હતો.