
અનાયા બનતા પહેલા આર્યને ક્લબ ક્રિકેટ લેવલ પર કુલ 15 મેચ રમી છે. જેમાં તેમણે કુલ 24 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 260 રન બનાવ્યા છે. આ સિવાય આર્યન બાંગરે 5 વિકેટ પણ લીધી છે.

ટી20 મેચોમાં ક્લબ સ્તરે આર્યનના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 5 મેચની 5 ઇનિંગ્સમાં 32 રન બનાવ્યા છે. તેણે T20માં એક ઇનિંગમાં બોલિંગ કરી છે પણ તેને એક પણ વિકેટ મળી નથી. આર્યન બાંગરે એક મલ્ટી-ડે મેચમાં 20 રન બનાવ્યા છે. આર્યન આ ફોર્મેટમાં બોલિંગ કરી નથી.

ઈંગ્લેન્ડમાં હોર્મોન ટ્રાન્સપ્લાન્ટ પછી આર્યન બાંગર છોકરી બની છે. તેમણે પોતાનું નામ પણ બદલીને અનાયા બાંગર રાખ્યું. તાજેતરમાં અનાયા બાંગર ઇંગ્લેન્ડથી ભારત પરત આવી છે. ભારત આવ્યા પછી, અનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.

આર્યન બ્રિટનમાં અભ્યાસ કરતો હતો, તે દરમિયાન તેણે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું અને હવે તે અનાયા બાંગર બની છે.'હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી' થી તેના શરીરમાં પરિવર્તન આવ્યું છે.

અનાયાએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા લોકો સાથે આ સફર શેર કરી. એક પોસ્ટમાં તેમણે કહ્યું મારી શારીરિક શક્તિ ઓછી થઈ રહી હોવા છતાં, મને ખુશી મળી રહી છે.

ICC એ નવેમ્બર 2023માં જાહેરાત કરી હતી કે કોઈપણ ખેલાડી જે પોતાનું લિંગ પુરુષમાંથી સ્ત્રીમાં બદલી નાખે છે તેને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ECBએ પણ આ જ નિર્ણય લાગુ કર્યો. ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ઘરેલુ ક્રિકેટના ઉચ્ચ સ્તરે રમવા પર પ્રતિબંધ છે.

અનાયાએ પોસ્ટ કરી લખ્યું વધુ દુઃખદ વાત એ છે કે ક્રિકેટમાં ટ્રાન્સ મહિલાઓ માટે કોઈ યોગ્ય નિયમો નથી. એવું લાગે છે કે સિસ્ટમ મને બહાર કાઢી રહી છે, એટલા માટે નહીં કે મારામાં જુસ્સો કે પ્રતિભાનો અભાવ છે, પરંતુ એટલા માટે કે નિયમો મારી વાસ્તવિકતા સમજી શકતા નથી.

અનાયા બાંગરના પિતા સંજય બાંગરનો જન્મ બીડ, મહારાષ્ટ્રમાં થયો હતો.તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ સેન્ટ ફ્રાન્સિસ ડી સેલ્સ હાઇ સ્કૂલ ઔરંગાબાદમાંથી પૂર્ણ કર્યું છે.