માત્ર 17 રન… હાર્દિક પંડયા ઈતિહાસ રચવાની નજીક, T20 એશિયા કપમાં પહેલીવાર આવું બનશે

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એશિયા કપ 2025 માટે દુબઈ પહોંચી ગયા છે. તેઓ આ ટુર્નામેન્ટમાં 10 સપ્ટેમ્બરથી પોતાનું અભિયાન શરૂ કરશે. હાર્દિક પંડ્યા એશિયા કપ 2025માં મોટો રેકોર્ડ બનાવી શકે છે. તેને ફક્ત 17 રનની જરૂર છે.

| Updated on: Sep 05, 2025 | 9:07 PM
1 / 5
એશિયા કપ 2025ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. જેમાં હાર્દિક પંડયા સહિત સ્ટાર ખેલાડીઓ ભારતને ચેમ્પિયન બનાવવા મેદાનમાં ઉતરશે.

2 / 5
ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે અને ખિતાબનો બચાવ કરવાનો પ્રયાસ કરશે. આ  દરમિયાન બધાની નજર હાર્દિક પંડ્યા પર રહેશે. તે T20 એશિયા કપમાં એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે.

3 / 5
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 એશિયા કપમાં અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. આ દરમિયાન તેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. તેણે બોલર તરીકે 11 વિકેટ લીધી છે. આ સાથે તેણે 83 રન પણ બનાવ્યા છે

4 / 5
આવી સ્થિતિમાં, હાર્દિક પંડ્યા T20 એશિયા કપમાં પોતાના 100 રન પૂરા કરવાથી માત્ર 17 રન દૂર છે. જો તે આ કરશે, તો તે T20 એશિયા કપમાં 10 થી વધુ વિકેટ લેનાર અને 100 થી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બનશે. આ પહેલા કોઈ ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી.

5 / 5
ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ UAE ટીમ સામે રમશે. આ મેચમાં હાર્દિક પંડ્યા આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તમને જણાવી દઈએ કે, તે ટીમ ઈન્ડિયાની ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. આવી સ્થિતિમાં, તેના પર મોટી જવાબદારી છે. (All Photo Credit : PTI / GETTY)

Published On - 9:00 pm, Fri, 5 September 25