
અમદાવાદ શહેરમાં આઈપીએલની ફાઈનલ રમાવાની છે. ત્યારે સ્વાભાવિક છે કે,વિરાટ કોહલી અને તેમની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકો દુર-દુરથી આવવાના છે. તેમના ચાહકો, બેંગ્લોર,મુંબઈ,દિલ્હી,હૈદરાબાદમાંથી આઈપીએલની ફાઈનલ જોવા માટે આવશે.

હવે આઈપીએલ ફાઈનલને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના હોટલના ભાવ સામાન્ય દિવસો કરતા ચાર ગણા થયા છે. હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર કેટલીક હોટલ તો ફાઈનલ માટે આજથી હાઉસફુલ થઈ ચૂકી છે.

અમદાવાદમાં હોટલની માંગ ઘણી વધી ગઈ છે અને લગભગ બધી જ હોટલોના મોટાભાગના રૂમ બુક થઈ ગયા છે.આઈપીએલની ફાઈનલ મેચો દરમિયાન હોટલના રૂમના ભાડામાં 70 થી 95 ટકાનો વધારો થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના હોટલના ભાવમાં પણ વધારો થયો છે. આ સાથે આરસીબી સામે , મુંબઈ, ગુજરાત અને પંજાબ કિંગ્સ આ ત્રણ ટીમમાંથી કોઈ એક ફાઈનલમાં રમશે.