
ટીમ ઈન્ડિયાનો ધાકડ બેટ્સમેન શુભમન ગિલ આગામી કેપ્ટન બની શકે છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝમાં તેને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.

આ સિવાય રોહિત ટીમમાં હોવા છતાં કેટલીક વખત ગિલ ટીમ ઈન્ડિયાનો વાઈસકેપ્ટન પણ રહી ચૂક્યો છે. શ્રીલંકા સાથે રમાયેલી વનડે અને ટી20 સીરિઝ માટે ગિલને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

કે.એલ રાહુલમાં કેપ્ટનની ક્વોલિટી છે. જો રોહિત શર્મા સંન્યાસ લે છે તો તેની ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ પોઝિશન પણ લગભગ નક્કી છે. વર્ષ 2022માં સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં રાહુલને ટીમ ઈન્ડિયાની પહેલી વખત કમાન મળી હતી. તે સમયે વિરાટ કોહલી ઈજાગ્રસ્ત હતો.