મુંબઈ ઈન્ડિયન્સે જેને 4.8 કરોડમાં ખરીદ્યો તે 18 વર્ષના ખેલાડીએ મચાવ્યો કહેર, નાની ઉંમરમાં બનાવ્યો મોટો રેકોર્ડ

|

Dec 21, 2024 | 8:07 PM

અફઘાનિસ્તાનના 18 વર્ષના બોલર અલ્લાહ ગઝનફરે ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 33 રન જ ખર્ચીને અડધી ઝિમ્બાબ્વે ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. તેની ટૂંકી કારકિર્દીમાં બીજી વખત તેણે 5 વિકેટ લીધી છે.

1 / 6
T-20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ અફઘાનિસ્તાને હવે ત્રણ મેચની વનડે શ્રેણી પણ જીતી લીધી છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ અફઘાનિસ્તાને 8 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર બોલિંગ કરી ઝિમ્બાબ્વેને 127 રનમાં જ રોકી દીધું. માત્ર 18 વર્ષના અલ્લાહ ગઝનફરે ઝિમ્બાબ્વે ટીમની અડધી ટીમને આઉટ કરી ઝિમ્બાબ્વની કમર તોડી નાખી હતી.

2 / 6
અલ્લાહ ગઝનફર અફઘાનિસ્તાન ટીમમાં હજુ નવો છે. તેણે અફઘાનિસ્તાન માટે માત્ર 11 વનડે રમી છે પરંતુ તેણે પોતાની શાનદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી વનડેમાં મિસ્ટ્રી સ્પિનરે 5 વિકેટ પોતાના નામે કરી હતી.

3 / 6
10 ઓવરમાં આ 18 વર્ષના બોલરે માત્ર 33 રન આપ્યા અને ઝિમ્બાબ્વેની અડધી ટીમને આઉટ કરી નાખી. જવાબમાં અફઘાનિસ્તાને આ લક્ષ્યાંક 27 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો અને મેચ અને શ્રેણી પણ 2-0થી જીતી લીધી.

4 / 6
ગઝનફરે તેની ટૂંકી કારકિર્દીમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી તે ODIમાં 11 મેચ રમી ચૂક્યો છે. તેણે આ વર્ષે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 11 મેચમાં બે વખત 5 વિકેટ ઝડપી છે.

5 / 6
આ પહેલા ગઝનફરે નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે 6.3 ઓવરમાં 26 રન આપીને 6 વિકેટ લીધી હતી. તે બે વખત 5 વિકેટ ઝડપનાર સૌથી યુવા બોલર બની ગયો છે. હવે તેના નામે 21 વિકેટ નોંધાઈ ગઈ છે. અફઘાન બોલરોની એવરેજ 13.57 છે જ્યારે ઈકોનોમી 4.05 છે.

6 / 6
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાન માટે સારૂ પ્રદર્શન કરી રહેલ ગઝનફર ટૂંક સમયમાં જ ભારતીય ધરતી પર પણ ધમાલ મચાવતો જોવા મળી શકે છે. વાસ્તવમાં, તેને IPL 2025ની હરાજી દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયા હતી પરંતુ MIએ તેને 4.8 કરોડ રૂપિયા આપીને સહી કરી હતી. (All Photo Credit : X / INSTAGRAM)

Next Photo Gallery