
ટીમ ઈન્ડિયાનો ઓપનર અભિષેક શર્મા 25 વર્ષનો થઈ ગયો છે. આ ખેલાડી વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન છે. તેની બેટિંગ આખી દુનિયામાં ફેમસ છે અને તેના કરોડો ચાહકો છે. આ ચાહકોમાંથી એક છે લૈલા ફૈઝલ, જે અભિષેક શર્માની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે.

એવા અહેવાલો છે કે લૈલા ફૈઝલ પણ અભિષેક શર્માના જન્મદિવસમાં હાજરી આપી શકે છે. લૈલા ફૈઝલ તેની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. ચાલો તમને જણાવીએ કે લૈલા ફૈઝલ કોણ છે અને તે શું કરે છે?

લૈલા ફૈઝલ એક મોડેલ છે અને પોતાનો પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. લૈલા તેના લક્ઝરી ફેશન બ્રાન્ડ LRF (લૈલા રૂહી ફૈઝલ ડિઝાઈન્સ) ની સ્થાપક છે. લૈલાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે એક શ્રીમંત પરિવારમાંથી આવે છે.

લૈલાએ પોતાનું સ્કૂલિંગ DPS, આરકે પુરમ, દિલ્હીમાં કર્યું અને ઉચ્ચ શિક્ષણ માટે તે લંડનની કિંગ્સ કોલેજ ગઈ. તેણે યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઈન, ફેશન માર્કેટિંગ અને સ્ટાઈલિંગમાં નિષ્ણાત બનવા માટે કોર્ષ કર્યો.

લૈલા ફૈઝલનું નામ અભિષેક શર્મા સાથે જોડવામાં આવ્યું કારણ કે તેણીએ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે તેની સદીની પ્રશંસા કરી હતી. આ પછી, બંને વચ્ચે ડેટિંગની અફવાઓ ફેલાઈ ગઈ. (All Photo Credit : INSTAGRAM)
Published On - 7:58 pm, Thu, 4 September 25