
મેરુદંડાસન: તમારા પાર્ટનરનો હાથ પકડીને તમારા બેલેન્સનું નિરિક્ષણ કરવાની આ એક મજાની રીત છે અને તે તમારા ખભામાં તણાવ મુક્ત કરવાની પણ એક રીત છે.

ડબલ સાઇડ પ્લેન્ક: સાઇડ પ્લેન્ક હંમેશા ખૂબ લાંબા સમય સુધી પકડી રાખવાની હોય છે. ક્યારેક કોઈ તમારી સાથે હોય તો ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બને છે અને તમને લાંબા સમય સુધી પકડી રાખવા માટે પ્રેરિત કરે છે. કપલ્સ યોગનો અંતિમ ધ્યેય વિશ્વાસ, વિશ્વસનીયતા, આદર અને એકબીજા માટે પુષ્કળ પ્રેમને પ્રોત્સાહન આપીને સંબંધોને મજબૂત બનાવવાનો છે. તમને કાંડામાં ઈજા થઈ હોય, તો તમારે આ પોઝ ન કરવો જોઈએ. કેમ કે બધું વજન તમારા કાંડાના ભાગે જ આવે છે.

કપલ વૃક્ષાસન: જેવી રીતે તમે સિંગલ વૃક્ષાસન કરો છો એવો જ પોઝ બનાવવાનો છે. ફક્ત તમારે તેમાં બહાર ની સાઈડની હાથને એક બીજા સાથે રાખીને નમસ્કાર મુદ્રા બનાવવાની છે. અને અંદર ના બંનેના હાથને ઉપર લઈ જઈને એકબીજાને સાથે ડાળીની જેમ વિંટાળવાના છે.

કપલ ઉષ્ટ્રાસન: સાદા ઉષ્ટ્રાસનની જેમ જ આ કરવાનું છે. પરંતુ એકબીજાના હાછ પકડીને તેને સ્ટ્રેચ કરવાનું છે.

કોબરા બેક બેન્ડ: ફોટોમાં જે રીતે દેખાય છે તે રીતે શલભાસન જેવી સ્થિતિમાં એક પાર્ટનરે બોડી સહેજ કમરથી ઉંચુ કરવાનું રહેશે અને બીજા પાર્ટનરે ઉભા ઉભા જ આ ભૂજંગાસન જેવો પોઝ કરીને પાર્ટનરનો હાથ પકડવાનો રહેશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
Published On - 9:47 am, Sat, 7 June 25