
પાકિસ્તાનમાં આ અગાઉ પણ તખ્તપલટાના ત્રણ કિસ્સા બન્યા છે. જનરલ જીયા ઉલ હક્ક એ, હાલમાં શેખી મારતા બિલાવર ભુટ્ટોના નાનાને વડાપ્રધાનની ખુરશી પરથી ઉઠાડીને ફાંસીને માંચડે લટકાવી દીધા હતા.

પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ નવાઝ શરીફને, જનરલ મુશરફે વડાપ્રધાનપદની ખુરશીમાંથી તગેડી મૂક્યા હતા. આ એ જ મુશરફ છે જે આગ્રા એગ્રીમેન્ટ કરવા માટે ભારત આવ્યો હતો. જેના હોદ્દા દરમિયાન કારગીલ યુદ્ધ થયુ હતું.

આમ અસીમ મુનીર પણ ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાનમાં તખ્ત પલટ કરીને પાકિસ્તાનના વડાપ્રધાન પદે બેસી જવા તૈયારી કરી રહ્યો છે.
Published On - 10:07 pm, Sun, 11 May 25