બાંધકામ શ્રમિકો-અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં માત્ર 5 રૂપિયામાં મળશે સુવિધાયુક્ત આવાસની સવલત

ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપુજન કરાયું હતું. આગામી ત્રણ વર્ષમાં 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવા માટે 1500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. શ્રમિક બસેરાના બૂમિપુજનની સાથે આજે 17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Jul 18, 2024 | 4:26 PM
4 / 7
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને 28 લાભાર્થીઓને 6.80 લાખ રૂપિયાની સહાયનું વિતરણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું.

5 / 7
શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં 290 થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ ભોજન વિતરણ થયું છે એમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

6 / 7
આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે.

7 / 7
ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યાગ પ્રધાન બલવંતસિંહ રાજપુતના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રમિક બસેરા યોજનાની 17 સાઇટોનું ખાતમૂહુર્ત સંપન્ન થયું હતું.