
'યહીં સમય હે, સહી સમય હે' એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ધંધા રોજગાર સહિત દરેક ક્ષેત્રે સોનેરી સમય છે અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહીત વેપાર ઉદ્યોગોનું યોગદાન મહત્વનું રહેવાનું છે એમ જણાવીને સૌને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રે પરિવર્તન જરૂરી બન્યું છે. આધુનિક સમયમાં જીવનમાં સુખ દુઃખ, જીવનમૂલ્યો અને સામાજિક આદર્શોના પરિમાણો બદલાયા છે ત્યારે આપણી આવનારી પેઢી વધુ ચારિત્ર્યવાન બને એ આપણી સૌની જવાબદારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન પદ્મ સવજીભાઈ ધોળકીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ તથા ત્વરિત નિર્ણય શક્તિના લીધે રાજ્ય આજે વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જીવનમાં વેપાર ધંધા સાથે સમાજ સેવા કરવાથી અને સમાજને પાછું આપવાથી અનેરો આત્મસંતોષ મળે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના બે વર્ષ હમણાં જ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે વિવિધ બિઝનેસ ફેન્ડલી પોલિસી, સહાયો અને યોજનાઓના યોગ્ય અમલીકરણના લીધે રાજ્યમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ખરાં અર્થમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ની સંકલ્પના સાકાર થઈ રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
Published On - 9:47 pm, Thu, 19 December 24