મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ની શરુઆત ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂનજ અને આરતી કરીને નવા વર્ષની શરુઆત કરી છે.
મુખ્યપ્રધાન પંચદેવ મંદિરમાં દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત નો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતવર્ષાભિનંદન પાઠવતાં વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય રીટા બહેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ ,સંગઠનના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓ આપી હતી. તેમજ નવા વર્ષની ઉજવણી કરી હતી.