Year Ender 2024 : આ વર્ષનો સૌથી મોંઘો વિલન કોણ બન્યો,જેમણે 10 મિનિટના રોલ માટે 20 કરોડનો ચાર્જ લીધો
2024 Highest Paid Villain : દર વર્ષે જેટલી ધુમ હીરો મચાવે છે, એટલી જ ધમાલ વિલન મચાવતા જોવા મળે છે. હવે તો અભિનેતા કરતા વિલન ધમાલ મચાવી રહ્યા છે. કેટલાક અભિનેતા પહેલી વખત વિલન બનતા જોવા મળ્યા હતા. જેની કિસ્મત ચમકી ગઈ છે. તો ચાલો જાણીએ વર્ષ 2024માં સૌથી મોંઘો વિલન કોણ હતુ.
1 / 8
બોલિવુડ હોય કે સાઉથ આ વર્ષે બંન્ને ઈન્ડસ્ટ્રીમાં કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી છે. આ વર્ષે હિરોથી વધારે વિલન્સે ચાહકોને વધારે ઈમ્પ્રેસ કર્યા છે. કેટલાક અભિનેતા પહેલી વખત વિલનના રુપમાં જોવા મળ્યા હતા. તો ચાલો જાણીએ વર્ષ 2024માં સૌથી મોંઘો વિલન કોણ હતુ.
2 / 8
આમ તો સૈફ અલી ખાનનું નામ લાઈમ લાઈટમાં રહ્યું છે. તેનું કારણ છે જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરામાં સેફ અલી ખાન વિલન બનવા માટે 12-13 કરોડ રુપિયા મળ્યા છે.
3 / 8
શરુઆતમાં તો ભંવર સિંહ શેખાવતથી થવી જોઈએ, પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. 3 દિવસમાં બોલિવુડના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જેટલું અલ્લુ અર્જુનનું પરફોર્મન્સ હિટ રહ્યું તેનાથી વધારે ફાહદ ફાસિલે વિલન બની ધમાલ મચાવી છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે ફહાદ ફાસિલે 8 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.
4 / 8
ફિલ્મ કંગૂવામાં બેબી દેઓલ વિલનના પાત્રમાં જોવા મળ્યો છે. બેબી દેઓલ હાલમાં સૌથી સસ્તો વિલન છે. પરંતુ તે આગામી વર્ષે અનેક મોટી સાઉથની ફિલ્મોમાં જોવા મળશે.રિપોર્ટ મુજબ કંગુવા માટે તેમણે 5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો.
5 / 8
આ વર્ષની પહેલી 1000 કરોડની ફિલ્મ કલ્કિ 2898 એડી હતી. આ ફિલ્મની રિયલ સ્ટોરીની ચાહકોને રાહ જોવી પડશે કારણ કે હજુ આ ફિલ્મમાં વિલનના ચેહરા પરથી પડદો દુર થયો છે. આ ફિલ્મમાં કમલ હાસન વિલન બન્યા હતા. તેમણે સુપ્રીમ યાસિકન બનવા માટે 20 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો. આ ફિલ્મમાં તેનો રોલ માત્ર 10 મિનિટનો હતો.મતલબ કે કમલ હાસનને 2024ના સૌથી મોંઘા વિલનનો ટેગ મળ્યો છે.
6 / 8
શૈતાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. અજય દેવગણની આ ફિલ્મ માટે આર માધવને મોટો ચાર્જ લીધો છે. તેમણે 10 કરોડનો ચાર્જ લીધો હતો. તેમ છતાં આ વર્ષે તે સૌથી મોંઘો વિલન બની શક્યો નહિ.
7 / 8
આ વર્ષની શરુઆતમાં અક્ષય કુમારની ફિલ્મ બડે મિયા છોટે મિયા આવી હતી. ફિલ્મતો ફ્લોપ રહી હતી. પણ આ ફિલ્મ પાછળ પાણીને જેમ પૈસા વાપરવામાં આવ્યા હતા. આ ફિલ્મના રોલ માટે પૃથ્વીરાજને 5 કરોડ રુપિયા મળ્યા હતા. પૃથ્વીરાજ પ્રભાસ સાથે સાલાર ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો.
8 / 8
રોહિત શેટ્ટીએ અર્જુન કપૂરને વિલન બનાવ્યો છે. જે કામ અર્જુન કપુર હિરો બની ન કરી શક્યો તે કામ વિલન બનીને કર્યું છે. રિપોર્ટ મુજબ તેમણે સિંધમ અગેન માટે 6 કરોડનો ચાર્જ લીધો છે.
Published On - 11:51 am, Mon, 9 December 24