
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ જ્યારથી પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા છે. જેનાથી ચાહકો ખુબ ખુશ છે. સોમવાર 23 ફેબ્રુઆરીના રોજ રશ્મિકા અને વિજય ઉદયપુર પહોંચ્યા હતા. એરપોર્ટ પર બંન્નેની ઝલક જોવા મળી હતી.બંન્ને 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્નમાં તેમના નજીકના સગા સંબંધીઓ તેમજ મિત્રો સામેલ થશે.

રશ્મિકા અને વિજયના ચાહકોએ આ લગ્નને વેડિંગ ઓફ VIROSH નામ આપ્યું છે. આ વચ્ચે આપણે આજે જાણીએ કે, રશ્મિકાના સાસુ-સસરાથી લઈ તેનો દેવર શું કરે છે.

રશ્મિકા મંદાનાના સસરા એટલે કે, વિજય દેવરકોંડાના પિતા વિશે વાત કરીએ તો તેના સસરા દેવરકોંડા ગોવર્ધન રાવ છે. ઓછા લોકો જાણે છે કે, દેવરકોંડા ગોવર્ધન રાવ પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. તેમજ સાઉથનું જાણીતું નામ છે.

વિજય દેવરકોંડાના પિતા રશ્મિકાના સસરા ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા છે. તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે.

તેમણે તેના દિકરા સાથે મળી 2021માં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પક વિમાન પ્રોડ્યુસ કરી હતી. આ સિવાય તેમણે અનેક ટીવી શોનું પણ નિર્દેશન કર્યું છે.

રશ્મિકા મંદાનાની સાસુંની વાત કરીએ તો. વિજય દેવરોકોંડાની માતા માધવી દેવરકોંડા એક સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર છે. સોશિયલ મીડિયા પર માધવીની ઝલક જોવા મળતી રહે છે. વિજય દેવરકોંડા પણ માતા સાથે ફોટો પોસ્ટ કરતો હોય છે. સાસુ-વહુની જોડી ખુબ સુંદર છે. અનેક ઈવેન્ટમાં પણ સાથે જોવા મળી ચુકી છે.

હવે આપણે રશ્મિકા મંદાનાના દેવરની વાત કરીએ તો. વિજય દેવરકોંડાનો ભાઈ આનંદ દેવરકોંડા છે. આનંદ દેવરકોંડા વિજયથી નાનો છે. તેને આજે કોઈ ઓળખની જરુર નથી. આનંદ દેવરકોંડા ભાઈની જેમ એક્ટિંગ ફીલ્ડમાં છે. તેલુગુ સિનેમામાં એક સ્ટાર છે. ટુંકમાં રશ્મિકાનું સાસરિયું પણ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.