
હેમા માલિનીના પરિવારની વાત કરીએ તો તેમને બે દીકરીઓ ઈશા અને આહાના છે. ઈશા દેઓલે બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે, જ્યારે નાની દીકરી આહાના દેઓલે પણ દિલ્હી સ્થિત બિઝનેસમેન વૈભવ બોહરા સાથે લગ્ન કર્યા છે.

હેમા માલિનીએ બોલિવૂડમાં ઘણી ખાસ ફિલ્મો આપી છે. સાઉથમાં તેની હિટ ફિલ્મોની રીમેક પણ બની છે. હેમાની દરેક ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવે છે.

હેમા માલિનીનો મોટા જમાઈ ભરત તખ્તાની અને ઈશા દેઓલને બે બાળકો છે. મોટી દીકરીનું નામ રાધ્યા છે, જ્યારે નાનીનું નામ મિરાયા તખ્તાની છે. ઈશા અને ભરતની સગાઈ ફેબ્રુઆરી 2012માં થઈ હતી. આ પછી જૂન 2012માં બંનેએ લગ્ન કર્યા હતા.

હેમા માલિનીની નાની દીકરી આહાના દેઓલે 2014માં દિલ્હી સ્થિત બિઝનેસમેન વૈભવ વોહરા સાથે લગ્ન કર્યા હતા. આહાના અને વૈભવને ડેરિયન વોહરા નામનો પુત્ર છે.
Published On - 9:11 am, Mon, 16 October 23