
સારા અલી ખાન તેની સુંદરતા માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 5 ફૂટ 3 ઇંચનીછે. આ દિવા તેના શાનદાર ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. તેમણે એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું.

બોલિવુડની ક્યુટ અભિનેત્રી પ્રિતિ ઝિન્ટા હાલ તો ફિલ્મોથી દુર છે. પરંતુ તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે. પ્રિતિ ઝિન્ટાના ચાહકો પણ મોટી સંખ્યામાં છે. પ્રિતિ ઝિન્ટાની હાઈટ 5 ફૂટ 2 ઇંચ છે.

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણી સુપરહિટ ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે પ્રિય છે. જોકે, તેમની નાની હાઈટને કારણે તેમને ઘણી ટીકા પણ મળી હતી. અહેવાલો અનુસાર, તે ફક્ત 5 ફૂટ 2 ઇંચ ઉંચી છે. પરંતુ પોતાની મહેનતથી તેણે સાબિત કરી દીધું છે કે સફળતા માટે ઊંચાઈ બહુ મહત્વની નથી.

જ્યા બચ્ચનને ઈન્ડસ્ટ્રીની સૌથી નાની અભિનેત્રી કહેવામાં આવતી હતી. શરુઆતમાં તો કેટલાક સીન શૂટ કરવા માટે તે સ્ટુલનો સહારો લેતી હતી. તેની હાઈટ 5 ફુટથી પણ ઓછી છે. જ્યારે તેના પતિ અમિતાભ બચ્ચનની હાઈટ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે છે.