Saif ali khan attack : સૈફ અલી ખાનથી લઈને આ સ્ટાર્સ પર થઈ ચૂક્યો છે જીવલેણ હુમલો, મન્નતમાં ઘુસી ગયા હતા 2 ગુજરાતી
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારની વહેલી સવારે 4 કલાકે જાનલેવા હુમલો થયો હતો. આ દરમિયાન અભિનેતાને ગંભીર ઈજા થઈ છે. સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તો આજે આપણે જાણીએ કે, સૈફ અલી ખાન પહેલા ક્યા ક્યા બોલિવુડ અભિનેતા પર જાનલેવા હુમલો થયો છે. તેના વિશે જાણીએ.
1 / 6
પટૌડી ખાનદાનના 10માં નવાબ સૈફ અલી ખાન પર ચોરે ઘરમાં ઘુસીને ચાકુથી હુમલો કર્યો છે. ત્યારબાદ અભિનેતા ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાન પહેલા સલમાન ખાન પર પણ હુમલો થઈ ચૂક્યો છે. સૈફ અને સલમાન ખાન સિવાય કેટલાક એવા સ્ટાર છે, જેના પર હુમલો થઈ ગયો છે.
2 / 6
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. ચોરે અભિનેતાના મુંબઈ સ્થિત ઘર પર હુમલો કર્યો હતો. સૈફના શરીર પર ચાકુથી 6 વખત હુમલો કર્યો છે. અભિનેતા મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેનું ઓપરેશન ચાલી રહ્યું છે. મુંબઈ પોલીસ હાલમાં હુમલાખોર કોણ છે. તેના વિશે શોધખોળ કરી રહી છે.
3 / 6
સૈફ પહેલા સલમાન ખાન પર પણ જાનલેવા હુમલો થઈ ચૂક્યો છે. ગત્ત વર્ષે 14 એપ્રિલના રોજ સલમાન ખાનના ઘરે લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા 2 શૂટરે ફાયરિંગ કરી હતી. સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ત્યારબાદ સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલકની પર બુલેટપ્રુફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે.
4 / 6
ફેમસ સિંગર સોનુ નિગમ પર એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન હુમલો થયો છે.જેના કારણે સિંગરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક લાઈવ મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન સોનુ નિગમ પર હુમલો થયો હતો. સિંગરની સાથે તેના ભાઈ પર પણ અટેક થયો હતો. તેના ભાઈને ગંભીર ઈજા થઈ હતી.
5 / 6
2023માં સિંગર સોનુ નિગમ સિવાય આદિત્ય નારાયણ પર હુમલો થઈ ચૂક્યો છે. કોન્સર્ટ દરમિયાન એક વ્યક્તિએ પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્યને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
6 / 6
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પર હુમલો નહિ પરંતુ તેના ઘરની અંદર ઘુસી ગયા હતા 2 યુવાન. જ્યારે આ બે અજાણ્યા વ્યક્તિઓ મન્નતના ઘરમાં ઘૂસ્યા ત્યારે શાહરૂખ ખાન ઘરે હાજર નહોતો. મોડી રાત્રે, લગભગ 3-4 વાગ્યે, શાહરૂખ તેની આગામી ફિલ્મ 'જવાન'નું શૂટિંગ કરીને ઘરે પરત ફર્યો અને પછી સૂઈ ગયો. આ પછી મન્નતના સિક્યોરિટી સ્ટાફે ઘરમાં ઘૂસેલા બે લોકોને જોયા અને તેમને પકડી લીધા.પૂછપરછમાં બંને યુવકોએ પોલીસને જણાવ્યું કે તેઓ ગુજરાતથી છે. તેઓ શાહરૂખ ખાનને મળવા ઈચ્છતા હતા.