પરિવારમાં સૌથી નાની છે અભિનેત્રી, 3 મિનિટના ગીત માટે લીધા હતા 5 કરોડ, જુઓ સામંથા રુથનો પરિવાર

|

Oct 06, 2024 | 11:21 AM

સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ છેલ્લા થોડા વર્ષથી સતત ચર્ચામાં છે. તે પોતાના કામથી વધારે પર્સનલ લાઈફને લઈ ચર્ચાઓમાં વધારે રહે છે. તો આજે આપણે સાઉથ સ્ટાર સામંથા રુથ પ્રભુના પરિવાર વિશે તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

1 / 12
સામંથાએ ખુબ જ ટુંકા સમયમાં મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પોતાની મોટી ઓળખ બનાવી લીધી છે. થોડા મહિના પહેલા રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનું આઈટમ સોન્ગ હોય કે પછી બોલિવુડની ફિલ્મ ફેમિલી મેન હોય.

2 / 12
સાઉથની સુપર સ્ટાર સામંથા રુથ પ્રભુના પરિવાર વિશે જાણીએ. તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

3 / 12
સામંથાએ દરેક પાત્રથી લોકાના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. તો ચાલો સામંથા રુથ પ્રભુના પરિવારમાં કોણ કોણ છે. તેના વિશે જાણીએ.

4 / 12
સામંથા રૂથ પ્રભુ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે.બે નંદી પુરસ્કારો, ચાર ફિલ્મફેર એવોર્ડ સાઉથ, છ SIIMA એવોર્ડ અને તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ જીતી ચૂકી છે.

5 / 12
 સામંથાનો જન્મ 28 એપ્રિલ 1987ના રોજ થયો હતો, તેના પિતા જોસેફ પ્રભુ તેલુગુ એંગ્લો ઈન્ડિયન છે અને માતા નિનેટ પ્રભુ મલયાલી છે. તેનો જન્મ અને ઉછેર ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો,

6 / 12
અભિનેત્રી સામંથા રુથને બે ભાઈઓ જોનાથ અને ડેવિડ છે. સામંથાનું શિક્ષણ હોલી એન્જલ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં થયું હતું અને ત્યારબાદ સ્ટેલા મેરીસ કોલેજ, ચેન્નાઈમાં કોમર્સની ડિગ્રી પૂર્ણ કરી હતી.

7 / 12
 કોમર્સમાં ડિગ્રી મેળવીને મોડલ તરીકે કારકિર્દી આગળ વધારી અને તેલુગુ ફિલ્મ યે માયા ચેસાવે (2010)માં તેમણે અભિનયની શરૂઆત કરી હતી, જેણે સાઉથમાં શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

8 / 12
ફિલ્મ મજીલી (2019), અને એમેઝોન પ્રાઇમ વિડિયો થ્રિલર સિરીઝ ધ ફેમિલીમાં તેના અભિનય માટે વધુ પ્રશંસા મેળવી હતી. સામંથા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રત્યુષા સપોર્ટની સ્થાપક છે.

9 / 12
સામંથાએ અક્કિનેની નાગાર્જુનના દિકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા જ વર્ષોમાં અંગત કારણોસર તેમણે વર્ષ 2021માં છુટાછેડા લીધા હતા.

10 / 12
સામંથાની ફેન્સ અને તેની ડ્રેસિંગ સ્ટાઈલ ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.અભિનેત્રીનું હૈદરાબાદના જ્યુબલી હિલ્સમાં અન્નપૂર્ણા સ્ટુડિયોમાં એક લગ્ઝરી ઘર છે. આ સિવાય સામંથાની દેશભરમાં અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે.

11 / 12
જો આપણે સામંથના કાર કલેક્શનની વાત કરીએ તો તેની સ્ટાઈલની જેમ તેની પાસે લગ્ઝરી કારનું કલેક્શન શાનદાર છે.સામંથાની પાસે બીએમડબલ્યુ 3 સીરિઝ, બીએમડબલ્યુ એક્સ 5 અને જગુઆર એક્સએફઆર પણ છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે.

12 / 12
અભિનેત્રી સામંથા સાઉથ સિનેમાની ટોપ અભિનેત્રીમાં સામેલ છે. રિપોર્ટ મુજબ સામંથા એક ફિલ્મ માટે અંદાજે 2 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તમને જણાવી દઈએ કે, સામંથાએ ફિલ્મ પુષ્પામાં માત્ર 3 મિનિટના ગીત માટે અંદાજે 5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો. આ સિવાય જાહેરાત અને મોડલિંગમાં પણ મોટી કમાણી કરે છે.

Next Photo Gallery