સિકંદર ફિલ્મ સાઉથ ડાયરેક્ટર એઆર મુરુગાદોસે બનાવી છે. તેમણે આમિર ખાન સાથે ગજની ફિલ્મમાં પણ કામ કર્યું હતુ. ડાયરેક્ટર ઉપર ફિલ્મને બ્લોકબસ્ટર બનાવવાનો જેટલો ભાર છે. તેટલો ભાર સલમાન ખાન ઉપર પણ છે. આ વચ્ચે આપણે અમદાવાદમાં ફિલ્મ સિકંદરનું બુકિંગ કેવું રહ્યું તેના વિશે વાત કરીએ.
બુકિંગના આંકડા પર નજર કરીએ તો પહેલા દિવસે સલમાન ખાનની 'સિકંદર'નું એડવાન્સ બુકિંગ માત્ર 9.31 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જો ફિલ્મનું એડવાન્સ બુકિંગન ગતિ આવી જ રહેશે તો ફિલ્મ કોઈ મોટું કલેક્શન કરી શકશે નહીં.
જો આપણે અમદાવાદમાં શહેરમાં સિકંદર ફિલ્મના બુકિંગની વાત કરીએ તો.પીવીઆર પેલેડિયમ મોલ અમદાવાદ રવિવાર, 30 માર્ચ 2025ના રાત્રે 11 : 50 વાગ્યે જે શો છે. તેમાં 470 રુપિયાની ટિકિટનું બુકિંગ કુલ 23 સીટનું થયું છે.
30 માર્ચ એટલે કે, રવિવારના રોજ સિકંદર ફિલ્મ રિલીઝ થવાની છે. તેથી એવી આશા કે, લોકો મોટી સંખ્યામાં એડવાન્સ બુકિંગ કરાવ્યું હશે. પરંતુ INOX હિમાલયા મોલ, ડ્રાઇવ ઇન રોડ, રાત્રે 9 : 45 વાગ્યે જે શો છે. તેમાં પણ માત્ર 19 સીટનું બુકિંગ હાલમાં જોવા મળી રહ્યું છે.
હવે આપણે બોપલ વિસ્તારમાં આવેલા મુક્તા સિનેમાની વાત કરીએ તો અહી સવારના 10:00 વાગ્યના શોમાં માત્ર 2 ટિકિટ બુક થઈ છે.આના પરથી લાગી રહ્યું છે કે, ભાઈજાનની ફિલ્મ જોવાનો રસ ચાહકોમાં ખુબ ઓછો છે.
ઘણા ટ્રેડ વિશ્લેષકો માને છે કે 'સિકંદર' તેની રિલીઝના પહેલા દિવસે ચોક્કસપણે 40 થી 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. આપણે જોવાનું રહેશે કે, રિલીઝ બાદ સિકંદર ફિલ્મે કેટલી કમાણી કરી છે.
અમે જે આંકડા સિકંદર ફિલ્મના એડવાન્સ બુકિંગ માટે કરી છે. તે આંકડા 28 માર્ચ સવારના 10 કલાક બાદના છે. હજુ પણ એડવાન્સ બુકિંગના આંકડા વધી શકે છે. તો કેટલાક લોકો થિયેટરમાં જઈ ટિકિટ લે છે. ત્યારે આપણે જોવાનું રહેશે કે, સિકંદર ફિલ્મ હિટ જાય છે કે, ફ્લોપ