ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ

|

Feb 22, 2025 | 10:07 PM

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લાડકી દીકરી શ્વેતા બચ્ચન નંદાએ ભલે બોલિવૂડથી દૂર રહી છે, પણ તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. શ્વેતાએ ક્યારેય ફિલ્મોમાં પગ મૂક્યો નહીં, પરંતુ ફેશન, મીડિયા અને બિઝનેસ જગતમાં તેણે પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. મોડલિંગ અને એડ પ્રોજેક્ટ્સમાં કામ કરતા શ્વેતા પોતાનાં ટેલેન્ટ માટે જાણીતી છે.

1 / 6
શ્વેતા બચ્ચન નંદાએ ઈન્ટરનેશનલ સ્કૂલ ઑફ સ્વિટ્ઝર્લેન્ડ અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી ભણતર પૂરું કર્યું છે. સાહિત્ય અને લેખન પ્રત્યેના તેના પ્રેમે તેને એક સફળ લેખક બનાવી. એફેશન અને ડિઝાઇનિંગમાં પણ તેનું નોંધપાત્ર યોગદાન છે.

2 / 6
પરિણીત હોવા છતાં શ્વેતા બચ્ચન નંદા મુંબઈમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. લોકોમાં આ વાતને લઈ ઘણીવાર ચર્ચા થતી હોય છે કે શ્વેતા તેના પતિ નિખિલ નંદા સાથે દિલ્હીમાં કેમ રહેતી નથી. રિપોર્ટ અનુસાર, શ્વેતાએ પોતાના બાળકોના મોટા થયા પછી પોતાનું કરિયર આગળ વધારવાનું નક્કી કર્યું. ડિઝાઇનર અને લેખક તરીકે વધુ તક મેળવવા માટે તેણે મુંબઈમાં રહેવાનું પસંદ કર્યું.

3 / 6
મુંબઇમાં રહેવાના કારણે શ્વેતા ઘણીવાર પરિવારની પાર્ટી અને ઇવેન્ટ્સમાં જોવા મળે છે. તેમ છતાં, તે પોતાના પતિ અને સાસરિયાં સાથે ખૂબ ખુશ છે. તે માત્ર પોતાનું વ્યાવસાયિક જીવન આગળ વધારવા માટે મુંબઈમાં રહે છે.

4 / 6
અમિતાભ બચ્ચન પણ પોતાની દીકરી પ્રત્યે ખૂબ સ્નેહ ધરાવે છે. તેમણે શ્વેતાના નામે એક સુંદર ઘર પણ આપ્યું છે. શ્વેતાનો પતિ નિખિલ નંદા Escorts Group ચલાવે છે અને તેમના પિતા રાજન નંદાના અવસાન બાદ તેઓએ બિઝનેસની જવાબદારી સંભાળી છે. બચ્ચન પરિવારની નેટવર્થ લગભગ 3000 કરોડ છે, જ્યારે નિખિલ નંદાની સંપત્તિ લગભગ 7000 કરોડની છે.

5 / 6
શ્વેતા અને નિખિલના લગ્ન 1997માં થયા હતા અને તેમને બે સંતાનો છે. પુત્ર અગસ્ત્ય નંદા હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યા છે, જ્યારે પુત્રી નવ્યા નવેલી નંદા સમાજ સેવા સાથે જોડાયેલી છે. શ્વેતા બચ્ચન નંદાએ પોતાનું જીવન પોતાના શરતો પર જીવવાનું પસંદ કર્યું છે, અને તે ફક્ત બચ્ચન પરિવારની સભ્ય તરીકે નહીં, પણ એક સફળ વ્યાવસાયિક મહિલા અને પ્રતિભાશાળી લેખક તરીકે પણ ઓળખાય છે.

6 / 6
શ્વેતા બચ્ચન નંદા મુંબઈમાં રહે છે અને તે દરેક પાર્ટી અને ફંક્શનમાં પોતાની માતા-પિતા સાથે હાજરી આપે છે. ભલે તે તેના સાસરિયાં અને પતિ સાથે ખૂબ ખુશ છે, પણ પોતાની કારકિર્દીને આગળ ધપાવવા માટે તેણે મુંબઈ રહેવાનો નિર્ણય લીધો છે. આ એક જ મોટું કારણ છે જેથી તે સાસરે નથી રહેતી. 