Sharman Joshi Family Tree: કોમેડી કિંગ શરમન જોષીએ ગુજરાતી રીતિ રિવાજથી કર્યા હતા લગ્ન, બહેન, બનેવી, કાકી છે બોલિવુડનો જાણીતો ચેહરો

|

Sep 19, 2023 | 9:58 AM

ઘણા લોકો નથી જાણતા કે માનસી એક્ટર શર્મન જોષી (Sharman Joshi )ની રિયલ લાઈફ બહેન છે. પ્રખ્યાત થિયેટર અને ફિલ્મ અભિનેતા અરવિંદ જોષી માનસી અને શરમનના પિતા છે, જ્યારે અભિનેતા પ્રવિણ જોષી તેમના કાકા છે. ટીવી અભિનેત્રી પૂર્વી જોષી તેમના કાકા પ્રવિણની પુત્રી છે.

1 / 8
બોલિવૂડ એક્ટર શરમન જોષી 44 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 માર્ચ 1979ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ મરાઠી પરિવારમાંથી આવે છે, પરંતુ તેમના પિતા અરવિંદ જોષી ગુજરાતી થિયેટર કલાકાર હતા. આ સિવાય તેમના પરિવારના અન્ય સભ્યો પણ થિયેટર સાથે જોડાયેલા હતા. શરમન પોતે થિયેટરનો ખૂબ શોખીન છે.

2 / 8
શરમન જોષી એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારના છે.તેઓ અભિનેતા છે. તેમના પિતા, અરવિંદ જોષી, ગુજરાતી થિયેટરના પીઢ કલાકાર હતા, જ્યારે તેમની કાકી સરિતા જોષી   ગુજરાતી રંગભૂમિમાં અભિનય કર્યો હતો. તેની બહેન અભિનેત્રી માનસી જોષી રોય છે અને તેનો પતિ અભિનેતા રોહિત રોય છે.

3 / 8
શરમને અભિનયનું શિક્ષણ ઘરેથી મેળવ્યું અને જ્યારે તે કારકિર્દી બનાવવા માટે આગળ આવ્યો, ત્યારે તે સૌપ્રથમ થિયેટર તરફ વળ્યો. લાંબા સમય સુધી થિયેટરની બારીકાઈઓને સમજ્યા પછી, તેઓ બોલિવુડમાં આવ્યા અને વર્ષ 1999માં ફિલ્મ ગોડમધરથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ સહિત 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા હતા.

4 / 8
આ પછી હિન્દી સિનેમા તેમને ઓળખવા લાગ્યું. આ પછી, તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને બધાના દિલ જીતી લીધા. તેની હિટ લિસ્ટમાં 'ગોલમાલ', 'સ્ટાઈલ', '3 ઈડિયટ્સ', 'રંગ દે બસંતી' અને 'એક્સક્યુઝ મી' જેવી ઘણી ફિલ્મો સામેલ છે. તમને જણાવી દઈએ કે 'રંગ દે બસંતી' અને '3 ઈડિયટ્સ' જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનાર શરમન જોષીને ફિલ્મ 'ફેરારી કી સવારી' માટે 40 ઓડિશન આપવા પડ્યા હતા.

5 / 8
શરમન જોષીનું દિલ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રી પ્રેરણા ચોપરા પર આવી ગયું હતું. બંનેની મુલાકાત કોલેજકાળ દરમિયાન થઈ હતી. જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે એવું લાગતું હતું કે બંને વચ્ચે કોઈ ખાસ જોડાણ છે. બંને મિત્રો બન્યા અને સમયની સાથે તેમનો સંબંધ વધુ ગાઢ બન્યો. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 15 જૂન 2000ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો છે, એક પુત્રી ખ્યાના જેનો જન્મ વર્ષ 2005માં થયો હતો અને જોડિયા પુત્રો વરયાન અને વિહાનનો જન્મ વર્ષ 2009માં થયો હતો.

6 / 8
શરમનની બહેન માનસી પણ ખૂબ જ સુંદર છે.માનસી જોષી રોય છેલ્લા 25 વર્ષથી વધુ મનોરંજનની દુનિયામાં કામ કરી રહી છે. જો કે, હવે લાંબા ગાળા પછી, અભિનેત્રી મનોરંજન ઉદ્યોગમાં ફરી એન્ટ્રી કરીને ખૂબ જ ખુશ છે.તમને જણાવી દઈએ કે તેના પતિ એક્ટર રોહિત રોય છે, જે ઘણા ટીવી શો અને ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. માનસી ને અભિનય વારસામાં મળ્યો છે. તેમના પિતા અરવિંદ જોષી ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર હતા. બંને ભાઈ અને બહેન શરમન અને માનસી ઉત્તમ કલાકારો છે

7 / 8
ઘણા લોકો નથી જાણતા કે માનસી એક્ટર શર્મન જોષીની રિયલ લાઈફ બહેન છે. જ્યારે અભિનેતા પ્રવિણ જોષી તેમના કાકા છે. તેમજ સરિતા જોષી તેના કાકી છે.  જે એક ભારતીય અભિનેત્રી છે. ગુજરાતી અને મરાઠી થિયેટરના શ્રેષ્ઠ અને સૌથી નોંધપાત્ર કલાકારોમાંથી એક છે, સરિતા જોષી તેમના પતિ પ્રવિણ જોષી સાથે 1970 ના દાયકામાં કરેલા તેમના ગુજરાતી નાટકો માટે જાણીતા છે.

8 / 8
સરિતા જોષીની બે પુત્રીઓ કેતકી અને પુર્વી પણ તેમની જેમ અભિનયની દુનિયામાં સક્રિય છે. અભિનેત્રી કેતકી દવેએ ટીવી સિવાય 'કલ હો ના હો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પૂર્વી જોષી પણ ઘણી સિરિયલોમાં જોવા મળી છે.સરિતા જોષીએ બાળ કલાકાર તરીકે ગુજરાતી અને મરાઠી થિયેટરમાં શાનદાર કામ કર્યું છે.

Next Photo Gallery