
એ દિલ હૈ મુશ્કિલ : અલીઝેહ અને અયાન વચ્ચેની મિત્રતા અને પ્રેમની સુંદર સ્ટોરી દર્શાવતી આ ફિલ્મનું નિર્દેશન કરણ જોહરે કર્યું છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તમે તેને Amazon અને Netflix પર જોઈ શકો છો.

સનમ તેરી કસમ : સનમ તેરી કસમનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્દર અને સરસ્વતીની અધૂરી પ્રેમ કહાની આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. જેમાં ઈન્દરનું પાત્ર હર્ષવર્ધન રાણે અને સરસ્વતીનું પાત્ર માવરા હોકેને ભજવ્યું છે. આ ફિલ્મ Jio Cinema, Zee5 અને YouTube પર ઉપલબ્ધ છે.

લૈલા મજનુ : સાજિદ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ લૈલા મજનૂ એક રોમેન્ટિક ઈમોશનલ ફિલ્મ છે. આ ફિલ્મમાં લૈલાની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેઓ સમાજ અને પરિવારના કારણે એક થઈ શકતા નથી.