
રાશા થડાનીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું નાગેશ્વર,મારું 12મું જ્યોર્તિલિંગ અને હરહર મહાદેવ, 12 જયોર્તિલિંગના દર્શન કરી રાશા ખુબ જ ખુશ છે. રાશા માતાની જેમ આધ્યાત્મિકતામાં ખુબ વિશ્વાસ રાખે છે.

રાશાની પોસ્ટ પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું, 'મારી પ્રિય સ્ટાર કિડ.' બીજાએ લખ્યું: "સૌથી સુંદર માતા-પુત્રીની જોડી."

રાશાની ફિલ્મ 'આઝાદ' 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રાશાએ એક આઇટમ સોન્ગ 'ઓઈ અમ્મા' કર્યું છે.