
રણબીર કપૂર બોલિવૂડનો સુપરસ્ટાર છે અને તેની બહેન રિદ્ધિમા કપૂર એક જાણીતી જ્વેલરી ડિઝાઇનર છે. બંને ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે અને હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે. રણબીર અને રિદ્ધિમા ઘણીવાર તક મળે ત્યારે સોશિયલ મીડિયા પર એકબીજાની મજાક ઉડાવે છે. તેમની મજાક અને હાસ્ય ચાહકોને ખૂબ ગમે છે.

શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી અને દીકરો આર્યન પણ લાઈમલાઈટમાં રહે છે. સુહાનાએ ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યુ કર્યું છે. જ્યારે આર્યન ફિલ્મ મેકિંગમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. ભાઈ-બહેનના સંબંધો પ્રેરણાદાયક છે.

ફરહાન અને ઝોયા અખ્તર બોલિવૂડના મલ્ટી ટેલેન્ટેડ ભાઈ-બહેનો છે. ફરહાન એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે, જ્યારે ઝોયા તેની ફિલ્મો માટે જાણીતી છે. ઝોયાએ તેના ભાઈની ફિલ્મના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ કરે છે.