
કેટલાક તેને હુસ્નપરી કહી રહ્યા છે તો કેટલાક તેને બ્યુટી વિથ બ્રેઈન કહી રહ્યા છે. મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025ની જજ પેનલ મનિકાની સુંદરતા તેમજ તેના આત્મવિશ્વાસ અને પ્રશ્નોના જવાબ આપવાની કળાથી મોહિત થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, મનિકા વિશ્વકર્માએ વર્ષ 2024માં મિસ યૂનિવર્સ રાજસ્થાનનો તાજ પોતાને નામ કર્યો હતો. ત્યારબાદ તે દિલ્હી ગઈ અને મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

મનિક વિશ્વકર્મા હવે થાઈલેન્ડમાં થાનારી 74મી મિસ યૂનિવર્સની સ્પર્ધામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં દુનિયાભરથી 130 દેશની સુંદરીઓ ભાગ લેશે.

પોલિટકલ સાયન્સ અને અર્થશાસ્ત્રની છેલ્લા વર્ષની વિદ્યાર્થીની છે. મનિકા એક શાસ્ત્રીય નૃત્યાંગના છે અને ચિત્રકામમાં પણ ઉત્કૃષ્ટ છે. તેમણ વિદેશ મંત્રાલય હેઠળ આયોજિત BIMSTEC SEVOCON માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેને લલિત કલા અકાદમી અને જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ દ્વારા પણ સન્માનિત કરવામાં આવી છે.

મનિકા માત્ર એક સુંદર ચહેરો જ નહીં પણ એક સામાજિક કાર્યકર પણ છે અને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે ઘણું કામ કરી રહી છે. તે ન્યુરોનોવા નામના પ્લેટફોર્મની સ્થાપક છે, જે ન્યુરોડાયવર્જન્ટ લોકો માટે જાગૃતિ ફેલાવે છે.

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025માં, મનિકાને પૂછવામાં આવ્યું કે જો તેને મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પરિવારોને નાણાકીય સહાય આપવા વચ્ચે પસંદગી કરવી પડે, તો તે શું પસંદ કરશે?

મનિકાએ જવાબ આપ્યો, 'બંને એક જ સિક્કાની બે બાજુ છે,જો મારે આ બેમાંથી પસંદગી કરવી પડે, તો હું મહિલા શિક્ષણ પસંદ કરીશ,

કારણ કે શિક્ષણ ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ સમગ્ર સમાજને બદલી શકે છે'.