‘મન્નત’ માં ચાલુ રહેશે કન્સ્ટ્રક્શનનું કામ, સુપ્રીમ કોર્ટ તરફથી શાહરૂખ ખાનને મળી બહુ મોટી રાહત

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેમસ બંગલા 'મન્નત' માં બે વધારાના માળ બાંધવાની મંજૂરીને એક સામાજિક કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે આ અરજીને સખત શબ્દોમાં ફગાવી દઈને કિંગ ખાનના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે.

| Updated on: Jul 14, 2026 | 9:34 PM
1 / 5
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' માં લાંબા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તેઓ બે વધારાના ફ્લોરનું પણ નિર્માણ કરાવી રહ્યા છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) તરફથી પણ તેમને આ બાંધકામની મંજૂરી મળેલી છે. જો કે, સંતોષ દૌંડકર નામના એક સામાજિક કાર્યકર્તાએ અરજી દાખલ કરીને આ મંજૂરીને કોર્ટમાં પડકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજીને ફગાવી દેતા શાહરૂખ ખાનના હકમાં ચુકાદો આપ્યો છે.

2 / 5
વાસ્તવમાં, સંતોષ દૌંડકરે CRZ તરફથી મળેલી મંજૂરીને રદ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એટલે કે હવે કોઈ પણ પ્રકારની અડચણ વિના મન્નતમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રહેશે અને શાહરૂખ ખાન બે એક્સ્ટ્રા માળનું નિર્માણ કરાવી શકશે.

3 / 5
સુપ્રીમ કોર્ટ તરફથી શું કહેવામાં આવ્યું? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેંચે આ મામલાની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન ત્યાં રહે છે. તેવામાં જો તેઓ પોતાના ઘરમાં બે એક્સ્ટ્રા માળનું નિર્માણ કરાવવા માંગતા હોય તો તે તેમનો અંગત નિર્ણય છે. કાયદાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પાડોશી કે અન્ય કોઈ વ્યક્તિએ આ બાબતમાં દખલગીરી કેમ કરવી જોઈએ?

4 / 5
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે મન્નતમાં બે વધારાના ફ્લોરના કન્સ્ટ્રક્શનનો રસ્તો એકદમ સાફ થઈ ગયો છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન ગયા વર્ષના માર્ચ મહિનાથી મન્નતના બદલે બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલા 'પૂજા કાસા' નામની બિલ્ડિંગમાં રહી રહ્યો છે. મન્નતમાં ચાલી રહેલા રિનોવેશનના કામના કારણે જ શાહરૂખ આ બિલ્ડિંગમાં શિફ્ટ થયો છે. તેણે ત્રણ વર્ષ માટે આ બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ભાડે લીધો છે.

5 / 5
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ: બીજી તરફ, વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન આ જ વર્ષે ‘કિંગ’ નામની ફિલ્મમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે. શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ આ ફિલ્મનો એક ભાગ છે. તે આ ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર પોતાનું ડેબ્યુ કરી રહી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.