
એશ્વર્યા રાય બચ્ચન વર્ષ 1994માં બીજી ભારતીય મહિલા હતી. જેના માથે મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. એશ્વર્યા રાય વિનર અને સુષ્મિતા સેન રનર અપ રહી હતી. સુષ્મિતા સેને મિસ યૂનિવર્સને તાજ પહેરાવ્યો હતો. (photo : Pageant Times)

વર્ષ 1997માં ડાયના હેડને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તે ત્રીજી મિસ ઈન્ડિયા હતા. જેમણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ડાયના હેડન એક અભિનેત્રી, મોડલ અને ટેલિવિઝન હોસ્ટ રહી ચૂકી છે. તે ફિલ્મોમાં ફ્લોપ રહી છે.

ત્યારબાદ 2 વર્ષ બાદ ભારતને ચોથી મિસ વર્લ્ડ મળી. વર્ષ 1999માં યુક્તા મુખીએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ગ્લેમરની દુનિયામાં તેનું કરિયર પણ કાંઈ ખાસ ચાલ્યું ન હતુ.

ગ્લોબલ આઈકન બની ચૂકેલી બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. બોલિવુડમાં સફળ રહ્યા બાદ તેમણે તેનું કરિયર હોલિવુડમાં પણ આગળ વધાર્યું છે.

વર્ષ 2017માં ભારતની માનુષી છિલ્લરને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. માનુષી છિલ્લર મેડિકલની વિદ્યાર્થી હતી. માનુષી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે.