
સુપરસ્ટાર સલમાન ખાનની સાવકી માતા હેલન ખાન અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. હેલેનનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ થયો હતો. સલીમ ખાનની મુલાકાત હેલન સાથે વર્ષ 1962માં ફિલ્મ 'કાબિલ ખાન' દરમિયાન થઈ હતી. હેલન એટલી સુંદર હતી કે સલીમ તેને જોઈને પ્રેમમાં પડી ગયો. સલીમ તે સમયે પરિણીત હતો. તેમ છતાં બંનેએ 1980માં લગ્ન કરી લીધા હતા.

સલમાન ખાનને બે ભાઈઓ અરબાઝ ખાન અને સોહિલ ખાન અને બહેનો અલવીરા અને અર્પિતા છે.અરબાઝ ખાન અને સોહેલ ખાન બંને હાલમાં છૂટાછેડા લઈ ચૂક્યા છે. જ્યારે અરબાઝે મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા ત્યારે સોહેલની પત્ની 'ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ' ફેમ સીમા સજદેહ હતી. આ બંને ભાઈઓના લગ્ન સફળ નહોતા થયા છે.

બોલિવૂડનો દબંગ ખાન સલમાન બાળપણમાં ઘણો તોફાની હતો. જેના માટે તેને તેના પિતા સલીમ ખાનના માર પણ ખાવા પડ્યા હતા.

હેલન અને સલીમ ખાનને લગ્ન પછી કોઈ સંતાન નહોતું તેથી તેઓએ અર્પિતા ખાનને દત્તક લીધી હતી. અર્પિતા ખાન પરિવારની જીવાદોરી બની હતી. ત્રણેય ભાઈઓ તેને જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે. ખાસ કરીને અર્પિતાની સલમાન ખાન સાથેની બોન્ડિંગ ઘણી ખાસ છે.

બોલિવૂડમાં ડાયરેક્ટર અને એક્ટર તરીકે પોતાની ઓળખ બનાવનાર અરબાઝ ખાન અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તેની ફિલ્મી કરિયર કરતાં પણ વધુ તેની પર્સનલ લાઈફ લાઈમલાઈટમાં છે. અરબાઝ ખાન તેમના પુત્ર અરહાન ખાનને કારણે ઘણીવાર ભૂતપૂર્વ પત્ની મલાઈકા સાથે જોવા મળે છે.અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે છુટાછેડા લીધા બાદ જોર્જિયાને ડેટ કરી રહ્યા છે. પરંતુ બંન્ને હજુ સુધી સામે આવી આ વાત કહી નથી.

બોલિવૂડના મોટા પરિવારોમાંથી એક સોહેલ ખાને વર્ષ 1997માં આવેલી ફિલ્મ 'ઔઝાર'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.સોહેલ અને સીમાની પહેલી મુલાકાત વર્ષ 1998માં 'પ્યાર કિયા તો ડરના ક્યા'ના સેટ પર થઈ હતી. આ પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને પછી તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ દંપતીને બે પુત્રો પણ છે,

અલવીરા ખાન અગ્નિહોત્રી ભારતીય ફિલ્મ નિર્માતા અને ફેશન ડિઝાઇનર. 2016માં ધ સુલતાન પર તેના કામ માટે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે સ્ટારડસ્ટ એવોર્ડ જીત્યો હતો. તે લેખક અને નિર્માતા સલીમ ખાનની પુત્રી અને અભિનેતા સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનની નાની બહેન છે.આટલા મોટા ઘરની દીકરી અને પ્રખ્યાત ફિલ્મ મેકર અતુલ અગ્નિહોત્રીની પત્ની હોવા છતાં પણ અલવીરા મીડિયાની લાઇમલાઇટમાં નથી આવતી. તેને 2 બાળકો પણ છે.

8 નવેમ્બર 2014 ના રોજ, અર્પિતાએ હૈદરાબાદની હોટેલ ફલકનુમા પેલેસમાં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા. તેમના પુત્ર આહિલનો જન્મ માર્ચ 2016માં થયો હતો. 2019 માં, તે પુત્રી આયતની માતા બની હતી. આયુષ શર્મા અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.

બોલિવૂડ એક્ટર અને ફેમસ ફિલ્મમેકર અરબાઝ ખાને 24 ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે, તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાનના આ બીજા લગ્ન છે પહેલા લગ્ન તેમણે મલાઈકા સાથે થયા હતા અને તેનાથી તેમને એક પુત્ર પણ છે.
Published On - 9:08 am, Tue, 29 August 23