
આ વર્ષે કેટરીના કૈફ માટે હોળી ખુબ ખાસ છે. કારણ કે, તેના દિકરા વિહાનના જન્મબાદ આ તેની પહેલી હોળી છે. દર વર્ષની જેમ કેટરીના કૈફ પુલના કિનારે હોળી મનાવતી જોવા મળી હતી. તે પતિ વિક્કી કૌશલ, દેવર સની કૌશલ અને બહેન ઈસાબેલ કૈફ સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે.

માતા બન્યા પછી કેટરીના કૈફનો ચેહરો જોઈ ચાહકો ખુશ થયા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું હોળીની શુભકામના, ગ્રુપ ફોટોમાં કેટરીના કૈફ વિક્કી કૌશલની બાજુમાં ઉભી છે. જ્યારે સની પાણીની બંદુક લઈ તેની બાજુમાં ઉભો છે. આ ખાસ દિવસ પર ઈસાબેલા પણ જોવા મળી હતી.

આ સાથે કેટરીના કેફની બહેન ઈસાબેલે પુલ કિનારેના કેટલાક ફોટો શેર કર્યા છે. વિક્કી અને કેટરીના કેફે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર પરિવારના નજીકના સંબંધીઓ સામેલ હતા.

લગ્નના 4 વર્ષ બાદ 7 નવેમ્બર 2025ના રોજ આ કપલે પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. તેના દીકરાનું નામ વિહાન છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કેટરીના કેફ છેલ્લી વખત 2024માં આવેલી ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વિજય સેતુપતિ લીડ રોલમાં હતો.

વિક્કી કૌશલની છેલ્લી ફિલ્મ છાવા હતી. જે એક મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. હાલમાં તે લવ એન્ડ વોરના શૂટિંગમાં વ્યસ્ત છે.

દુનિયાભરમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ હોળીના રંગોમાં ડૂબી ગઈ છે.