કપૂર પરિવારની શરૂઆત પૃથ્વીરાજ કપૂરથી થઈ હતી. તેણે રામશર્ણી મહેરા સાથે લગ્ન કર્યા. તેમને ચાર બાળકો હતા રાજ કપૂર, ઉર્મિલા કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર. રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા અને આ લગ્નથી તેમને પાંચ બાળકો થયા રણધીર કપૂર, રિતુ કપૂર, ઋષિ કપૂર, રીમા કપૂર અને રાજીવ કપૂર.સૌથી મોટો પુત્ર રણધીર કપૂર છે, જેણે પ્રખ્યાત અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા હતા. રણધીર અને બબીતાને બે દીકરીઓ છે કરિશ્મા કપૂર અને કરીના કપૂર. આ બંનેએ બોલિવુડમાં સારી ઓળખ બનાવી છે.