
2015માં, પવનદીપે ધ વોઇસ ઇન્ડિયા 2015 જીતી અને તેને ઇનામ તરીકે 50 લાખ રૂપિયા, એક અલ્ટો K10 કાર અને યુનિવર્સલ મ્યુઝિક ગ્રુપ સાથે તેનું પહેલું ગીત રિલીઝ કરવાનો કોન્ટ્રાક્ય મળ્યો હતો.

2015માં, ધ વોઇસ ઇન્ડિયા જીત્યા પછી, પવનદીપ રાજનને ઉત્તરાખંડના યુવા બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો. 2016માં, પવનદીપે એરોન હારૂન રશીદ સાથે કામ કર્યું અને એરોનના આલ્બમ 'Chholiyar.'માં બે ગીતો રજૂ કર્યા. 2017માં, પવનદીપે ફિલ્મ 'રોમિયો એન બુલેટ' માટે 'તેરે લિયે' એક રોમેન્ટિક ગીત ગાયું હતું.

સિંગિંગ રિયલિટી શો 'ઇન્ડિયન આઈડલ 12'ના વિજેતા પવનદીપ રાજનને ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાનો ચેક અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર મળી હતી.

પવનદીપ રાજન એક ફેમસ ભારતીય સિંગર છે. પવનદીપનો જન્મ 27 જુલાઈ 1996 ના રોજ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં થયો હતો. તેમના પિતા સુરેશ રાજન લોકસંગીતના ફેમસ સિંગર છે અને તેમની બહેન જ્યોતિ દીપ રાજન પણ તેમના ભાઈ અને પિતાની જેમ સિંગર છે.

ઉત્તરાખંડમાં ઘણા શો કર્યા પછી, 2015 માં, પવનદીપે સ્ટાર પ્લસના રિયાલિટી શો 'ધ વોઇસ ઇન્ડિયા' માટે ઓડિશન આપ્યું. આ શો જીત્યાના 6 વર્ષ પછી, એટલે કે 2021માં, તેણે 'ઇન્ડિયન આઇડોલ 12' નો ખિતાબ પણ જીત્યો હતો.

પવનદીપની ઓળખ માત્ર એક મહાન સિંગર તરીકે મર્યાદિત નથી. તે હાર્મોનિયમ, સિન્થેસાઇઝર, તબલા અને ઢોલ જેવા વાદ્યો પણ ખૂબ જ સરળતાથી વગાડી શકે છે.

પવનદીપ તેના મિત્રો સાથે 4 મેના રોજ કાર દ્વારા ઉત્તરાખંડથી નોઈડા જવા નીકળ્યો હતો. રાહુલ સિંહ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો. તે ઊંઘી ગયો અને કાર ઓવરબ્રિજ પરથી નીચે ઉતરી અને હાઇવેની બાજુમાં પાર્ક કરેલા કેન્ટરના પાછળના ભાગમાં અથડાઈ હતી. જેમાં પવનદીપ સહિત કારમાં રહેલા લોકોને ઈજા થઈ હતી.

ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજનને 'ઇન્ડિયન આઇડલ 12' થી ઓળખ મળી. આ શો દ્વારા, તેમણે પોતાના અવાજથી આખા દેશને દિવાના બનાવી દીધો અને આ શોનો ખિતાબ જીત્યો. તેણે યુપીના મુઝફ્ફરનગરના રહેવાસી મોહમ્મદ દાનિશને હરાવીને આ શો જીત્યો હતો

ઉત્તરાખંડના વતની આ ગાયક દેશભરમાં ફેમસ છે. અકસ્માતના સમાચારથી તેમના ચાહકો આઘાતમાં છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.