કલાથિલકુઝિયલ દેવદાસન દિલીન નાયરનો જન્મ 16 નવેમ્બર 1988માં કેરળના ત્રિવેન્દ્રમ થયો છે. જે તેમના સ્ટેજ નામ રફ્તારથી વધુ જાણીતો છે, તે એક ભારતીય રેપર, ગીતકાર, સંગીત નિર્માતા, સંગીતકાર, અભિનેતા અને હિન્દી, પંજાબી અને હરિયાણવી સંગીત સાથે પણ સંકળાયેલો છે.
31 જાન્યુઆરીએ તેમણે ફેશન સ્ટાઈલિસ્ટ મનરાજ જાવંડા સાથે લગ્ન કર્યા. મનરાજ અને રફ્તાર એક મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
રફ્તારનું સાચું નામ દિલીન નાયર છે. હરિયાણવી ગાયક અને રેપર રફ્તારએ પોતાની મહેનતથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી છે.રેપર રફ્તાર તેના રેપ ગીતો માટે જાણીતો છે. રોડીઝમાં જજની ભૂમિકા પણ રફતાર જોવા મળી ચૂક્યો છે. તો આજે આપણે રેપર રફતારના પરિવાર અને તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.
રફ્તારએ પોતાની કારકિર્દીની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. તેમણે 2008 માં લિલ ગોલુ અને યંગ અમલી ( રેપર તરીકે ડેબ્યૂ) સાથે રેપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ગીતો રેકોર્ડ કર્યા અને સોશિયલ સાઇટ્સ પર અપલોડ કર્યા હતા.
રફ્તારએ ડિસેમ્બર 2016માં ભારતીય ટેલિવિઝન અભિનેતા કરણ વોહરા અને કુણાલ વોહરાની બહેન કોમલ વોહરા સાથે લગ્ન કર્યા હતા.2020માં છૂટાછેડા માટે અરજી કરી હતી. કોવિડના કારણે કાનૂની કાર્યવાહીમાં વિલંબ થયો હતો અને 6 ઓક્ટોબર2022ના રોજ બંન્ને અલગ થયા હતા.
હરિયાણવી સ્ટાઈલ અને અવાજ માટે પ્રખ્યાત રફ્તાર વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો અને તેમની માતૃભાષા હરિયાણવી નહીં પણ મલયાલમ છે. રફ્તાર કેરળના એક રેલ્વે કર્મચારીના પુત્રએ સંગીત કે નૃત્યમાં કોઈ વિશેષ તાલીમ મળી નથી
તેમણે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત મ્યુઝિક ગ્રુપ માફિયા મુંડિયરથી કરી હતી, પરંતુ તેમને 2012 માં પ્રખ્યાત રેપર હની સિંહ સાથે પ્રખ્યાત ગીત ડોપ શોપમાં રેપ કરીને ઓળખ મળી. તે પછી, રફ્તરે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. હિપ-હોપ અને રેપના મિશ્રણ સાથે તેમણે હરિયાણવીમાં અનેક હિટ ગીતો આપ્યા છે.
રફ્તારએ નેહા ધૂપિયા સાથે તેના શો 'નો ફ્લિટર' માં તેની કારકિર્દી વિશે વાત કરી હતી. હું તમને ખૂબ સ્પષ્ટ રીતે કહી દઉં. વર્ષ 2006 માં, મેં UCBમાં સેલ્સમેન તરીકે કામ કર્યું. મારા માતા-પિતા કહેતા હતા, તારું નસીબ અજમાવી લે. જો કંઈ નહીં થાય, તો હું દુકાન ખોલીશ; ભૂખથી નહીં મરીશું.
અત્યારસુધી રફતારના અનેક ગીતો રિલીઝ થઈ ચુક્યા છે.હવે રફતારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક મોટી ઓળખ બનાવી લીધી છે.જાન્યુઆરી 2025માં, રફ્તારએ પરિવાર અને નજીકના મિત્રો સાથે એક ખાનગી સમારોહમાં સ્ટાઇલિસ્ટ મનરાજ જાવાંદા સાથે લગ્ન કર્યા છે.
રફ્તરે 'MTV હસલ' જેવા રિયાલિટી શોમાં જજ તરીકે પણ કામ કર્યું હતું. જેમાં તેમણે હિપ-હોપ કલાકારોને માર્ગદર્શન આપ્યું. સંગીત ઉપરાંત, રફ્તરે બોલિવૂડ અને અન્ય કલાકારો સાથે ઘણા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે. 'રોડીઝ'ની કેટલીક સીઝનમાં તે ગેંગ લીડર તરીકે પણ જોવા મળ્યો હતો.
આજે રફતારને કોઈ પરિચયની જરૂર નથી. તે દેશના ટોચના રેપર્સમાંના એક છે.
તે હની સિંહના જૂના ગીતો માટે ક્રેડિટ ન આપવાને કારણે ચર્ચામાં રહ્યો છે, જેના કારણે તે સતત હની સિંહના ચાહકોના નિશાના પર રહ્યો છે.
Published On - 2:26 pm, Fri, 31 January 25