
તેમણે એ પણ ખુલાસો કર્યો કે, આ ઝઘડાઓને કારણે તેમના વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા. તેમણે એમ પણ કહ્યું કે ક્યારેક કોઈની ભૂલ હોતી નથી, પરંતુ સંજોગો એવા બની જાય છે કે સંબંધોમાં તિરાડ પડી જાય છે.

સોશિયલ મીડિયા સ્ટાર અવેઝ દરબારે બિગ બોસ 19 માં પોતાની પર્સનલ લાઈફ વિશે મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે. તેમણે બાળપણમાં તેમણે જે સંઘર્ષોનો સામનો કર્યો હતો તેના વિશે વાત કરી છે.

અવેઝ દરબારના પરિવારમાં તેમના પિતા પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબાર તેમની માતા ફરઝાના શેખ છે. તેમનો ભાઈ, ઝૈદ દરબાર, જેમણે અભિનેત્રી ગૌહર ખાન સાથે લગ્ન કર્યા છે, અને તેમની બહેન અનમ દરબારનો સમાવેશ થાય છે.

અવેઝ દરબારે ટીવીના બ્લોકબસ્ટર શો 'બિગ બોસ 19' માં સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો છે. અવેઝ દરબારે ડાન્સ દ્વારા પોતાની એક મજબૂત ઓળખ બનાવી છે. તે ફક્ત સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ જ નથી, પરંતુ હવે તે 'બિગ બોસ 19' નો સ્પર્ધક પણ છે.

સોશિયલ મીડિયા સ્ટાર અવેઝ દરબારનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો. તે ફેમસ સંગીતકાર અવેઝ દરબાર અને ફરઝાના દરબારનો પુત્ર છે. તેમનો પરિવાર સંગીતની દુનિયા સાથે સંકળાયેલો હોવા છતાં, અવેઝ દરબાર ડાન્સમાં પોતાની ઓળખ બનાવી છે.

તમને જણાવી દઈએ કે અવેઝ દરબારે મુંબઈની LTM કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

બીજી તરફ, તેની કુલ સંપત્તિ લગભગ 12 કરોડ રૂપિયા છે. જોકે અવેઝ દરબારે તેની ગર્લફ્રેન્ડ નગ્મા મિરાજકર સાથે 'બિગ બોસ 19' માં પ્રવેશ કર્યો છે.

અવેઝ દરબારનો 'બિગ બોસ 7' ની વિજેતા રહી ચૂકેલી અભિનેત્રી ગૌહર ખાન સાથે પણ ગાઢ સંબંધ છે. ગૌહર ખાન અવેઝના નાના ભાઈ ઝૈદ દરબારની પત્ની છે.

અવેઝ દરબારે ડાન્સર તરીકે પોતાનું નામ બનાવ્યું છે. અવેઝ દરબારે ટિકટોક દ્વારા પોતાનું નામ બનાવ્યું.

આ સાથે, અવેઝ તેની કોરિયોગ્રાફી માટે પણ જાણીતા છે. તેણે ઘણા ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ સાથે ડાન્સ વીડિયો બનાવ્યા, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.

અવેઝ દરબારે 'ઝલક દિખલા જા 11' માં જોવા મળ્યો હતો, પરંતુ પગમાં ઈજાને કારણે તેને છોડી દેવું પડ્યું હતું.આવાઝ દરબારના ઇન્સ્ટાગ્રામ પર 30.5 મિલિયન ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર 12.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ ઉપરાંત અવેઝ દરબારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 2 હજારથી વધુ ફોલોઅર્સ છે.