મહેશ ભટ્ટે બે લગ્ન કર્યાં, પિતા, પત્નીથી લઈ પુત્રી અને જમાઈનું છે બોલિવુડ કનેક્શન

|

Mar 15, 2024 | 10:03 AM

બોલિવૂડમાં ભટ્ટ પરિવારનું સારું નામ છે. મહેશ ભટ્ટ (Mahesh Bhatt)થી લઈને આલિયા ભટ્ટ સુધી, આ પરિવારના ઘણા સભ્યોએ ફિલ્મોમાં પોતાના અભિનયથી દિલ જીતી લીધા છે. આવો જાણીએ મહેશ ભટ્ટના પરિવાર વિશે.

1 / 7
Mahesh Bhatt Family Tree :  મહેશ ભટ્ટનો જન્મ 20 સપ્ટેમ્બર 1948ના રોજ બોમ્બે (હાલ મુંબઈ)માં થયો હતો. મહેશ ભટ્ટ બોલિવુડના જાણીતા ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. તેણે સિનેમાને શ્રેષ્ઠ ફિલ્મોમો આપી છે. તેમના પિતા નાનાભાઈ ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ અને માતા શિરીન મોહમ્મદ અલી ગુજરાતી મુસ્લિમ હતા. મહેશના પિતાનું પણ ફિલ્મો સાથે કનેક્શન હતું. તેઓ હિન્દી અને ગુજરાતી સિનેમામાં દિગ્દર્શક અને નિર્માતા હતા.

2 / 7
મહેશ ભટ્ટનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. પછી તે તેની ફિલ્મ વિશે હોય કે લગ્ન વિશે. મહેશ ભટ્ટે માત્ર 20 વર્ષની ઉંમરે કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લવ મેરેજ હોવા છતાં આ કપલ પોતાના સંબંધોને સંભાળી શક્યું નહીં અને અંતે આ કપલ અલગ રહેવા લાગ્યું હતું.તમને જણાવી દઈએ કે ડિરેક્ટર મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્નથી તેમને રાહુલ ભટ્ટ અને પૂજા ભટ્ટ નામના બાળકો છે. કિરણ ભટ્ટનું વર્ષ 2003માં 66 વર્ષની વયે અવસાન થયું હતું.

3 / 7
સોની રાઝદાન 80 અને 90ના દાયકાની જાણીતી અભિનેત્રી રહી છે. તેણે કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે જ સોની રાઝદાન અને મહેશ ભટ્ટ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. મહેશ ભટ્ટ પરિણીત હતા અને તે સોની રાઝદાનના પ્રેમમાં પડ્યો. સોની રાઝદાન પણ મહેશ ભટ્ટને ખૂબ પ્રેમ કરતી હતી, અંતે 1986માં તેણે સોની રાઝદાન સાથે બીજા લગ્ન કર્યા. તેમને આલિયા અને શાહીન નામની બે દીકરીઓ છે.

4 / 7
બોલિવૂડ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. તેમની મોટી પુત્રી પૂજા ભટ્ટનું જીવન પણ ઘણા વિવાદોમાંથી પસાર થયું છે. હાલના દિવસોમાં તે બિગ બોસ OTT 2 ના ઘરમાં જોવા મળી રહી છે.પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની પ્રથમ પત્ની કિરણની પુત્રી છે. જેને દર્શકો બિગ બોસના ઘરમાં ખૂબ પસંદ કરે છે. પૂજા ઘણીવાર ઘરની અંદર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરતી જોવા મળે છે.

5 / 7
આલિયા ભટ્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલર બની છે. તે ટેલેન્ટેડ પણ છે. આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઘરે થયો. બંને બોલિવુડના જાણીતા નામ છે. હાલમાં તેની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રિલીઝ થઈ  છે.

6 / 7
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ, 2022 ના રોજ મુંબઈના બાંદ્રામાં વાસ્તુ ખાતે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. બંન્નેના ઘરે એક પુત્રી પણ છે.આલિયા ભટ્ટે વર્ષ 2022માં એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં દીકરી રાહાનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું.

7 / 7
 ઈમરાન હાશ્મીના પિતાનું નામ અનવર હાશ્મી છે, જે અભિનેત્રી પૂર્ણિમા દાસ વર્મા (અસલ નામ મેહરાબાનો અલી)ના પુત્ર છે.  પૂર્ણિમાની બહેન શિરીન મોહમ્મદ અલી હતી, જે ડિરેક્ટર મહેશ અને મુકેશ ભટ્ટની માતા છે. આ સંબંધથી ઈમરાન હાશ્મી મુકેશ ભટ્ટનો ભત્રીજો અને પૂજા-આલિયા ભટ્ટનો પિતરાઈ ભાઈ બન્યો. એટલું જ નહીં, નિર્દેશક મોહિત સૂરી પણ ઈમરાનનો ભાઈ છે.

Published On - 10:33 am, Fri, 4 August 23

Next Photo Gallery