
સોનમ કપૂરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

સોનમ કપૂરની માતા, સુનિતા, ભૂતપૂર્વ મોડેલ અને ડિઝાઇનર છે. સોનમ કપૂરના બે નાના ભાઈ-બહેન છે, ફિલ્મ નિર્માતા રિયા અને ભાઈ હર્ષ વર્ધન.તેઓ ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેતા સંજય કપૂરની ભત્રીજી છે. અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા મોના શૌરી (બોનીની પત્નીઓ) તેમની કાકી હતા.

સોનમ કપૂરના પિતરાઈ ભાઈ-બહેનો અભિનેતા અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને મોહિત મારવાહ છે,સોનમ કપૂરના તેમના પિતરાઈ ભાઈ બહેનો સાથે સારા સંબંધો છે.

સોનમે પોતાનું પ્રાથમિક શિક્ષણ જુહુની આર્ય વિદ્યા મંદિર સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ તેણે સિંગાપોરની યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કર્યો અને પછી લંડનની ઇસ્ટ લંડન યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

સોનમ કપૂરનું શિક્ષણ જુહુની આર્ય વિદ્યા મંદિર શાળામાં થયું હતું,તે રગ્બી અને બાસ્કેટબોલ જેવી રમતોમાં માહેર હતી.રિપોર્ટ મુજબ સોનમની કુલ સંપત્તિ રૂ. 115 કરોડ છે અને તે વાર્ષિક આશરે રૂ. 12 કરોડ કમાય છે, જેમાં તેની ફિલ્મ કારકિર્દી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો સમાવેશ થાય છે.

સોનમ કપૂરની પહેલી નોકરી 15 વર્ષની ઉંમરે વેઇટ્રેસ તરીકે હતી, જોકે તે ફક્ત એક અઠવાડિયા સુધી ચાલી હતી.સોનમે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ "સાંવરિયા" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ "દિલ્હી-6", "આયશા", "આઈ હેટ લવ સ્ટોરીઝ" અને "ખિલાડી 786" જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો છે.

સિનેમાની દુનિયામાં ઘણા સ્ટાર્સ છે જેમની પાસે કરોડોની મિલકત છે અને તેમના ઘર પણ ખૂબ જ લગ્ઝરી છે. આ લિસ્ટમાં સોનમ કપૂરનું નામ પણ સામેલ છે. દિલ્હીમાં સોનમ કપૂરનું ઘર ખૂબ જ લગ્ઝરી છે,

સોનમ એક જાણીતી ફેશન આઇકોન પણ છે. તેણીને કપડાં અને એસેસરીઝ પ્રત્યે ખૂબ જ સારી સમજ છે અને તે ઘણીવાર વિવિધ ફેશન શો અને ઇવેન્ટ્સમાં જોવા મળે છે.

સોનમના સસરા અને આનંદના પિતા હરીશ આહુજાએ લંડનમાં જ કરોડોની નવી મિલકત ખરીદી છે.સોનમ કપૂર અને આનંદ આહુજાનું આ નવું ઘર બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના ઘર કરતાં પણ મોંઘુ છે.

સોનમ કપૂરે 8મે 2018ના રોજ તેના બોયફ્રેન્ડ અને ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા.અભિનેત્રીએ 22 ઓગસ્ટ 2022ના રોજ પુત્ર વાયુને જન્મ આપ્યો.